SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ IS SSS SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો ) , ડી ઢાળ સત્તાવનમી || સોરઠી - દોહા | નિર્મલ દુર્ગતા નાર, સરલ ગુણે શીલે કરી; નિશ્ચયશુ નિરધાર, અંત કર્યો સ્ત્રીવેદનો. ૧ અનુક્રમે પાળી આય, મરણ સમાધે તે મરી; સૌધરમે સૂર થાય, ફળપૂજાના ફળ થકી. ૨ નગરી ગંધિલા નામ, સૂર નરેસર સાહસી; રાજ્ય કરે અભિરામ, રત્ના રાણી તેહની. ૩ તેહની કૂખે તામ, કાલ કરીને કીર તે; અંગજપણે અભિરામ, અનુક્રમે જઈને ઉપનો. ૪ ભાવાર્થ : હવે તે દુર્ગતા નારી કપટરહિત, સરલતા અને શીયલ ગુણથી યુક્ત મનના Rવ નિર્મલ ભાવથી ફળપૂજા કરવા દ્વારા ધર્મને આત્મસાત્ કરી મોક્ષપ્રાપ્તિના અર્થે નિશ્ચય[પૂર્વક સ્ત્રીવેદનો ક્ષય કરે છે. (૧) અને અનુક્રમે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, સમાધિપૂર્વક મરણ પામી. ફળપૂજાના ફળના જિી પ્રભાવે સૌધર્મ દેવલોકે દેવ થાય છે. (૨) હવે આગલા દુર્ગતા નારી તરીકેના ભવમાં દુર્ગતાએ જે શુકયુગલ પાસે આમ્રફળ માં | માંગ્યું હતું તે પોપટનો જીવ પણ કાળક્રમે આયુષ્ય ક્ષય કરીને ગંધિલાનગરીના અધિપતિ સાહસ શિરોમણી ગુણે યુક્ત સૂર રાજેશ્વર ગંધિલાનું રાજ્ય પાલી રહ્યા છે, તેમની રત્ના નામની પટ્ટરાણી છે. તેની કુક્ષને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. (૩, ૪) (રાગ કેદારો, પુખલવઈ વિજયે જયો રે - એ દેશી) ભૂપતિને એ ભામિની રે વલ્લભ જિમ નિજ જીવ જિમ સાલરી ગજરાજને રે, વહાલી લાગે અતીવ, રાજને રત્નાદેવીશુ રંગ, તેહને ન ગમે બીજે સંગ. રાજને. તે ગજગામિની ગર્ભના રે, કરે જતન અનેક; પંચ માસ વોલ્યા પછી રે, ઉપન્યો દોહલો એક. રાજાને ૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy