SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ 3 w [ TO UNIT T. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) દિન દિન થાયે દુબળી રે, દોહલે ાણીની દેહ; સાલે સાલ તણી પરે રે, ખિણ ખિણ અંતરે તેહ. રાજાને ૩ વ્યગ્રપણે રાણી રહે રે, આઠે પહોર ઉદાસ; પંચ વિષયને પદારથ રે, ચિત્ત ન લાગે તાસ. રાજાને ૪ આસો માસે જેહવી ધરા રે, જેહવો પાંડુર પાન; સૂર્યમંડલે જેહવો શશી રે, તેહવો થયો તનુવાન. રાજાને. ૫ ક્ષીણ ઘણું ક્ષામોદરી રે, દેખી પૂછે ભૂપ; કુણ કારણ તું દુબળી રે, કહેને વસ્તુ સ્વરૂપ. રાજાને ૬ કે તુજને દુહવી કેણે રે, કે જેણે લોપી લાજ, કે તુજ વચણ લોપ્યું કેણે રે, પૂછે ઈમ મહારાજ. રાજાને છે તે સોનું શું કીજિયે રે, કાનને ચોડે જે હ; જેણે તુજને દુહવી રિયા રે, આણું તેહનો એહ. રાજાને ૮ રાણી કહે સુણો રાયજી રે, તુમ પ્રસાદે કોય; વચન ન લોપે માહરું રે, જી જી કરે સહુ કોય. રાજાને ૯ પણ એક મુજને ઉપજો રે, દોહલો સુણો રાજાન; અકાલે અંબ ફળ તણો રે, તેહનું દુઃખ અસમાન. રાજાને ૧૦ સાસોસાએ તે સાંભરે રે, આઠે પહોર અચૂક; સમરથ નહિ કોઈ પૂરવા રે, કહો કિમ મટે એ દુઃખ. રાજાને ૧૧ અવનીપતિ એમ સાંભળી રે, વનિતા મુખથી વાણી; ચિંતા સમુદ્રમાંહિ પડ્યો રે, ઉલટી દુઃખની ખાણી. રાજાને ૧૨ જગમાંહે જાણે સહુ રે, રત વિણ ફલ નવિ હોય; અકાલે ફલ કિમ પામિયે રે, ચિત્ત વિચારે સોય. રાજાને ૧૩ દુષ્કર દોહલો એ સહી રે, કિમ કરી પૂર્યો જાય; રાણી મરે અણપૂરતાં રે, ફરી ફરી ચિંતે રાય. રાજાને. ૧૪ મરણ સમાન રાણી થઈ રે, શોકાતુર થયો ભૂપ; ઉપાય ન મલે તેહનો રે, પડિયો ચિંતા ફૂપ. રાજાને ૧૫
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy