________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
જોજો આગળ પુણ્યથી રે, કિમ દુ:ખ ભાગે તાસ; ઢાળ સત્તાવનમી થઈ રે, ઉદય વદે ઉલ્લાસ. રાજાને૦ ૧૬
ભાવાર્થ : જેમ ગજરાજ એટલે કે હાથીને સલ્લકી વૃક્ષ અત્યંત પ્રિય લાગે છે તેમ ન૨૫તિ સૂ૨૨ાજાને રત્નારાણી પોતાના પ્રાણથી પણ અત્યંત વ્હાલી લાગે છે. અવનીપતિને બીજા કોઈ પ્રત્યે અત્યંત સંગ નથી પણ રત્નાદેવી પ્રત્યે અત્યંત રંગ છે. અત્યંત રાગ છે. (૧)
હવે તે ગજગતિ ચાલે ચાલતી એવી રત્નારાણી પોતાના ગર્ભનું અનેક પ્રકારે રક્ષણ કરે છે અને તે ગર્ભકાલને અનુક્રમે પાંચમાસ વિત્યા પછી રત્નારાણીને એક દોહલો ઉત્પન્ન થયો. (૨)
ઉત્પન્ન થયેલા તે દોહલાના કારણે દિનપ્રતિદિન રત્નારાણીનું શરીર દુર્બલ થતું જાય છે અને ક્ષણે ક્ષણે તે દોહલો પગમાં ખૂચેલાં કાંટાની જેમ યાદ આવતા રત્નારાણીને હૃદયે ખૂંચે છે. (૩)
તે દોહદ શી રીતે પૂર્ણ થશે ? તે ચિંતાથી રાણી આઠે પ્રહ૨ (૨૪ કલાક) અત્યંત વ્યગ્ર અને ઉદાસ રહે છે. પાંચ ઈન્દ્રિયજન્ય પંચ વિષય સુખના પદાર્થને વિષે સંપૂર્ણ ભોગતુલ્ય સામગ્રી ઉપલબ્ધ છતાં તેનાં પ્રત્યે રાણીનું ચિત્ત લાગતું નથી. (૪)
વળી આસો મહિને જેમ પૃથ્વી તપે તેવું તથા પાંડુરના પાન જેવું, સૂર્યમંડલમાં જેવો ચંદ્ર હોય, તેવો તે રત્નારાણીના શરીરનો વર્ણ થયો છે. (૫)
વળી ગર્ભને ધારણ કરનારી રત્નારાણીનું શરીર દિન-પ્રતિદિન ક્ષીણ થતું જોઈ રાજા રાણીને પૂછે છે કે હે દેવાનુપ્રિયે ! તું શા માટે દિવસે દિવસે દુબળી થતી જાય છે ? તે વાતનું સ્વરૂપ વિસ્તારથી મને કહે. (૬)
વળી રાજા પૂછે છે કે હે સ્વામીની ! તને શું થયું ? શું કોઈએ તને રીસવી છે ? શું કોઈએ તારી મર્યાદાનો ભંગ કર્યો છે ? કે કોઈએ તારૂં વચન ઉત્થાપ્યું છે ? અર્થાત્ તારી વાત કોઈએ માની નથી. શું થયું છે ? તે મને કહે. (૭)
તેમજ પૃથ્વીપતિ પોતાની પ્રાણપ્રિયાને કહેવા લાગ્યો કે, જો કોઈએ તને રીસાવી છે. દુ:ખી કરી છે તો જલ્દીથી મને કહે તે કોણ છે જેથી તેનો હું અંત આણી દઉં. સોનું ભલે ગમે તેટલું કિંમતી હોય પણ જો તે કાનને તોડતું હોય તો તે સોનું પણ શા કામનું ? તેમ રાજ્ય પરિવાર ગમે તેટલો પ્રાણપ્રિય હોય પણ જો તને સતાવે તો તે રાજ્ય પરિવાર પણ શા કામનો ? માટે હે દેવી ! જે હકીકત હોય તે મને જલ્દીથી કહે. (૮)
૩૧૨