________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સ્વજન
અન્ય દિવસ અસરાલ કે, સહસા ઉપન્યો રે કે, સહસા॰ તીવ્ર જ્વરે તતકાલ, તપ્યો તનુ ભૂપનો રે કે, તપ્યો નખ શિખ લગે અનંત કે વેદના વિસ્તરી રે કે, વેદના પાવક ઝાળ સમાન ઘણી તે આકરી રે કે, ઘણી તનશુદ્ધિ અન્નપાન, ગયું સવિ વિસરી રે કે, ગયું૰ વનિતા વિલેપે અંગ કે ચંદને કરી રે કે, ચંદને ઉદક વિના જિમ મીન કે, તિમ ધરણી તલે રે કે, તિમ૦ અંગ વિલોલે આપ કે, ઉંચો ઉછલે રે કે, ઉંચો અનેક કર્યા ઉપચાર કે, નિષ્ફળ તે થયા રે કે, નિષ્ફળ હાથ ખંખેરી વૈધ, સ્વજન સહુ કો રહ્યા રે કે, પુરજનને રાજલોક, શોકાતુર ચિંતવે રે કે, શોકા॰ અરે ! અરે ! ભગવંત ! કે શું થાસ્યે હવે રે કે, શું॰ ૧૨ ઈણીપરે દિન સાત, ગયા યુગની પરે રે કે, ગયા॰ દેવપૂજા તપ દાન, દયાધર્મ આદરે રે કે, દયા૦ મનશું ઝૂરે લોક, ઘરે દુઃખ કામિની રે કે, ધરે સાતમા દિવસની એમ ગઈ મધ્ય જામિની રે કે, ગઈ ૧૩ પ્રગટ્યો રાક્ષસ એક, કહે સુણ ભૂધણી રે કે, કહે તુજ ઉપર એક નારી, ઉતારી આપણી રે કે, ઉતારી૦ અગ્નિકુંડે પ્રક્ષેપ કરે, તો આજથી રે કે, કરે૦ નાસે તનથી રોગ, નહિ તો જીવિત નથી રે કે, નહિ ઈમ કહીને અદ્રશ્ય થયો તે, જેટલે રે કે, થયો અવનીપતિ મનમાંહી, વિચારે એટલે રે કે, વિચારે૦ દેખું છું ઈંદ્રજાલ કે, એ સાચુ સહી રે કે, એ સાચુ પ્રત્યક્ષ રાક્ષસ રૂપ કે ગયો મુજને કહી રે કે, ગયો૦ ઈમ વિવિધ આલોચ, કરે વસુધાધણી રે કે, કરે૦ અનુક્રમે થયું પ્રભાત, ઉગ્યો અંબરમણિ રે કે, ઉગ્યો મારુ રાગે એ ઢાલ, કહી એકત્રીસમી રે કે, કહી ઉદયરતન મનરંગ શ્રોતાજનને ગમી રે કે, શ્રોતા૦ ૧૬
૧૭૯
૧૦
૧૧
૧૪
૧૫