SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : પૂર્વભવના સ્નેહથી સંબંધિત થયેલો તે દેવ હંમેશા પાછલી રાત્રીને વિષે આવીને સૌભાગ્યવંતા ફળસારકુમારને કહેવા લાગ્યો. શું કહેવા લાગ્યો ? કે હે મિત્ર તારા પૂર્વભવોની વાતો હું ઉલ્લાસપૂર્વક તને કહું છું. તે છે સૌભાગી કુમાર ! તું ધ્યાન દઈને સાંભળ. (૧) પહેલાં ભવે તું કંચનપુરીનગરીને વિષે અરનાથજિનના જિનભવન સામે આવેલા આંબાના વૃક્ષ ઉપર શુક-યુગલ તરીકે રહેતો હતો. (૨) અને ત્યાં કંચનપુરીના મહારાજાએ એક વખત અરજિન પ્રાસાદને વિષે મહાપૂજાનું આયોજન કરેલ, તે સમયે અર્થની શક્તિહિન ફળપૂજા કરવા અસમર્થ એવી દુર્ગતા નારીએ તારી પાસે આમ્રફળ માંગ્યા હતાં. સૂડીના કહેવાથી તેં મને આમ્રફળ આપ્યું. મારી પાસેથી ફળપૂજાદિકનું રહસ્ય ફળ વિગેરે સમજીને કિરી સહિત મેં અને તમે ૫૨માત્મા સન્મુખ આમ્રફળ ચઢાવી શુભ ભાવના ભાવી હતી તે ફળપૂજાના પુન્ય પ્રભાવે હું દુર્ગતા ના૨ી, તે હું દેવ થયો છું અને તેં જે આ રાજ્યૠદ્ધિ પ્રાપ્ત કરી છે તે પણ તે જ ફળપૂજાનું ફળ છે. (૩) અને પૂર્વભવમાં તેં મને જે ફળ આપ્યું હતું તે ફળ લઈને મેં પરમાત્મા સન્મુખ ભક્તિપૂર્વક માનવભવને સફળ બનાવવાના હેતે ધરાવ્યું હતું. (૪) તે ફળપૂજાના પુણ્ય પ્રભાવે મારી સઘળી આપદા મૂળમાંથી ઉખડી ગઈ અને હું દેવલોકની દિવ્યઋદ્ધિ પામ્યો છું અને તારી માતા જે રત્નારાણી છે તેમને તું ગર્ભમાં હતો ત્યારે આમ્રફળ ખાવાની જે ઈચ્છા થઈ હતી તે તારા પૂર્વભવના સ્નેહે પ્રત્યુપકારના અર્થે આમ્રફળ યોગ્ય ૠતુ ઉપલબ્ધ ન હોવા છતાં પણ મેં સાર્થવાહના રૂપે આમ્રફળ લાવીને રાજાને આપ્યાં અને તે દ્વારા તારી માતાનો દોહદ મેં પૂર્ણ કર્યો હતો. (૫) અને શુકના ભવમાં જે તારી પ્રિયા સૂડી (પોપટી) હતી. તેણે પણ પ૨માત્માને ફળ ધરાવવા દ્વારા જે પુણ્ય ઉપાર્જન કર્યું તે પુણ્યના પ્રતાપે રાજપુરનગરને વિષે સમરકેતુ રાજાની પુત્રીરૂપે જન્મ પામી છે. (૬) તે પુત્રીનું ચંદ્રલેખા નામ રાખેલ છે. તે ચંદ્રની કલા જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે અને ચંદ્રની ચાંદની જેવી શોભે છે તેવી તે ચંદ્રલેખાના શરીરની કાંતિ શોભી રહી છે. વળી તે ચંદ્રલેખાના મુખનો મટકો એવો સુંદર છે કે તેને જોતાં સુર-નરના મન મોહ પામે છે. (૭) હવે દિન-પ્રતિદિન વધતી તે બાળા યૌવનના ઉંબરે પગલાં માંડે છે ત્યારે પરણાવાને યોગ્ય તેની ઉંમર થયેલી જાણીને સમરકેતુ મહારાજાએ તેને યોગ્ય રાજકુમારની શોધ માટે હમણાં મનના ઉમંગ સાથે સ્વયંવર મંડપ મંડાવ્યો છે. (૮) અને પ્રત્યેક દેશોમાં રાજકુંવરી યોગ્ય સુંદર શિખામણ આપી દૂતને મોકલી સુંદ૨, છોગાલા, છત્રપતિ, નરપતિઓને બોલાવ્યાં છે અને તે પ્રત્યેક દેશના રાજાઓ, રાજકુમારો ૩૨૦
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy