________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સૂડી સહ શ્રી જિન આગે, આંબાના ફળ મન હેતે હો.સુણ૦ ભાવ ધરી ઢોચાં શુભ રાગે, તેથી ઈહાં હદ્ધિ પામી એતે હો.સુણ૦ ૩ પૂરવે જે ફળ મુજ આપ્યું, તે લઈ મેં મન રાગે હો. સુણ૦ નરભવનો લ્હાવો લેવા, ઢોયું શ્રી જિનવર આગે હો.સુણ૦ ૪ તે પુણ્ય લહી સુરસંપદ, આપદ મૂલ ઉત્થાપી હો.સુણ૦ તુજ માતાનો દોહલો મેંપૂર્યો, અકાલે અંબફળ આપી હો.સુણ૦ ૫ શુકને ભવે જે તુજ સૂડી, તે શ્રી જિનને ફળ દાને હો.સુણo સમરકેતુ નૃપની પુત્રી, થઈ રાજપુરે શુભ થાને હો. સુણ૦ ૬ ચંદ્રલેખા નામે આ બાળા, ચંદ્રકલાથી સોહે હો.સુણ૦ જેહના મુખનો મટકો જોતાં, સુરનરના મન મોહે હો. સુણ૦ ૭ વર લાયક જાણી પુત્રી, સંપ્રતિ તેહને કાજે હો.સુણ૦
સ્વયંવર મંડપ મનરંગે, માંડ્યો છે મહારાજે હો.સુણ૦ ૮ દેશે દેશ દૂત પઠાવી, છત્રપતિ તિહાં છોગાલા હો. સુણ૦ મેલ્યા છે રાજા મનમોદ, મહિપતિ બહુ મૂરછાલા હો. સુણ૦ ૯ શુકયુગલ સ્વરૂપ સુઘાટે, ચિત્રપટે આલેખી હો. સુણ૦ તિહાં તેહની નજરે ધરજો, સા મોહગ્યે તે દેખી હો. સુણ૦ ૧૦ મોહ પામીને ઈહ અપોહે, જાતિસ્મરણ તે લહે હો.સુણ૦ વરશે તુજને સંબંધ જાણી, પ્રીત પૂરવની વહેશ્ય હો.સુણ૦ ૧૧ પૂરવભવ પ્રીત તિહાં જાગી, દેવતણે તે વચણે હો.સુણ૦ મન મિલવા ઉલછ્યું તેહનું, આવ્યાં આંસુ નયણે હો. સુણ૦ ૧૨ પૂરવભવની વાત જણાવી, દેવ ગયો નિજ થાને હો.સુણ૦ કુમર તે મનમાં અલજ્યો, રાજપુરે જાવાને હો.સુણ૦ સુણજો ભવિ મનને રાગે, શ્રોતાજન સોભાગી હો.સુણ૦ ૧૩ ઉદયરતન કહે મન પ્રેમ, એ ઓગણસાઠમી ઢાળે હો.સુણ૦ શ્રી જિનપૂજા કરજો મનરંગે, જે દુરગતિ દુઃખને ટાળે હો. સુણ૦ ૧૪