________________
S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) Sો નિર્મળ જેહની કાંતિ વિરાજે, નિર્મળ પરિકરશું છાજે હો મુ૦ નિર્મળ ચઉનાણી નિરધાર, નિર્મળ નામે અણગાર હો મુ૦ ૩ વિનયશ્રી કહે તવ વાણી, સ્વામી સુણો ગુણખાણી હો૦
રાજન સોભાગી. એ અણગારની પાસે જઈ, આપણ નમિયે ઉમાહી હોરા૦ ૪ ઈમ નિસુણી નિજ પરિકર વંદે, મુનિને વંદે આનંદે હોરા , ધર્મલાભ દીધો મુનિરાજે, ભવસાગર તરવા કાજે હોરા૦ ૫ જયકુમર વિનયશ્રી નામ, નિજ મુખે મુનિવર કહે તામ હોરા ધર્મની સંપત્તિ લહેજો વાર્. મુનિપતિ જંપે મનોહારુ હોરા૦ ૬ નામ શું જાણે એ મુનિ આંહિ, વિસ્મિત ચિંતે તે ત્યાહ હોરા, અહો અહો એ મુનિવરનું જ્ઞાન, સહેજે જાણે અભિધાન હોરા૦ ૭ તવ ઉપદેશે અણગાર, જિનભાષિત સૂત્ર વિચાર હો૦૫૦ સમકિત મૂલ વ્રત બાર, દાનાદિક ભેદ ઉદાર હો મુ૦ ૮ વળી વળી દોહિલો જનમારો, પરમાદે કાં તમે હારો
હો રાજન્ ગુણરાગી ધર્મ કરીને આતમ તારો, પાપે પિંડ ન ભારો હોરા૦ ૯ ક્રોધાદિ કષાય નિવારો, જિનવચન હૈયામાં ધારો હોરા વિત્ત છતે ન કહિયે નાકારો, અવગુણ તજી ગુણસંભારો હોરા૦ ૧૦ વ્યસન હિયાથી વિસારો, જો ચાહો મુગતિનો આરો હોરા દાન દઈને નિજ કર ઠારો, જિમ પાઓ જયકારો હોરા૦૧૧ ઈમ ઉપદેશ દીધો તિણે ઠામ, મુનિરાજે મુગતિનો કામ હો
ભવિયા ગુણરાગી એ કહી બેંતાલીસમી ઢાળ, ઉદય કહે સુણો ઉજમાલ
હો ભવિયા ગુણરાગી. ૧૨ ભાવાર્થ તે ઉદ્યાનમાં જયારે આવ્યો ત્યારે તે જયકુમારે ઉદ્યાનમાં એક ઋષિને જોયા Aી તે મુનિવર વૈરાગી છે. ગુણરત્નના ભંડારી સુરથી સેવાતા તે પોતે કરેલા છે અને બીજાનાં ની તારણહાર છે. (૧)