________________
. . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસોKISS IT IS
તે મુનિએ શ્વેતાંબરને ધારણ કરેલું છે. નિર્મલ ચારિત્રનાં ધારક છે. તેમનાં દાંતની ની શ્રેણી એવી નિર્મલ છે કે જાણે હીરાની ટોળી ઉભી છે. (૨)
જેમના શરીરની કાંતિ નિર્મળ છે. જેઓ નિર્મળ પરિકરથી શોભી રહ્યા છે. જેઓ ચાર જ્ઞાનના ધારક છે અને તે મુનિનું નામ “નિર્મલ” અણગાર છે. (૩).
તે અણગારને જોઈને વિનયશ્રી પોતાના પ્રીયતમને કહેવા લાગી કે, હે સ્વામી ! આપ સૌભાગ્યશાલી છો.આપ ગુણના ભંડારી છો. હે રાજન્ ! સાંભળો આપણે આ અણગાર પાસે જઈએ અને ઉમંગપૂર્વક નમસ્કાર કરીએ. (૪)
એ પ્રમાણે પોતાની પ્રીયતમાનાં વચન સાંભળીને જયકુમાર પોતાનાં પરિવાર સહિત દિ મુનિવરનાં વૃંદને આનંદથી વંદન કરે છે. ત્યારે મુનિરાજે પણ તેઓને ભવસમુદ્રથી તારવા
માટે ધર્મલાભ આપ્યો. (૫) આ અને મુનિવરે પોતાનાં મુખે “જયકુમાર અને વિનયશ્રી એ પ્રમાણે નામથી સંબોધન | કર્યું અને કહ્યું કે, હે ભવ્યાત્મન્ ! તમે ધર્મની સંપત્તિને પ્રાપ્ત કરજો. (૬)
એ પ્રમાણે સાંભળીને જયકુમાર અને વિનયશ્રી વિસ્મિત ચિત્તે વિચારવા લાગ્યા કે દિન અહો આ મુનિવરનું જ્ઞાન કેવું નિર્મલ છે કે જે આપણાં નામ પણ જાણે છે. (૭)
ત્યારે નિર્મલમુનિવર જિનોક્ત સૂત્રના સારને ગ્રહણ કરી તે દંપતીને યોગ્ય ઉપદેશ આપવા લાગ્યાં કે હે ભવ્યાત્મન્ ! સમ્યકત્વ મૂલ સહિત બાર વ્રત છે અને દાનાદિક ચાર ભેદે (દાન-શીલ-તપ-ભાવ) ધર્મ કહેલો છે. (૮)
વળી હે ગુણાનુરાગી રાજન્ ! મનુષ્ય જન્મ વારંવાર મળવો દુષ્કર છે. છતાં કોઈક પુણ્યયોગે પ્રાપ્ત થયો છે તો તમે પ્રમાદના વશથી હારી ન જતાં ધર્મ કરીને સફળ કરો અને તે તમારા આત્માને પાપથી ભારે ન કરતાં તેથી મુક્ત બની આત્માને તારવા ઉદ્યમ કરો. (૯) દ
વળી હે રાજન્ ! ક્રોધાદિ ચાર કષાય નવ નોકષાય આદિ કષાયનો ત્યાગ કરો અને જિનવચનને હૈયામાં ધારણ કરો. જો આપણી પાસે પૈસાનું સામર્થ્ય છે તો દાન દેવામાં મેં ક્યારેય ઈન્કાર ન કરવો આમ અવગુણ ત્યજી સગુણનો સંચય કરો. (૧૦)
હે ભવ્યો ! હૈયાથી વ્યસનો જે હોય તેને હટાવો ! જો તમને મુક્તિસુખની ઈચ્છા છે તો , પોતાના હાથે દાનાદિ ધર્મ આરાધી તમારા કરયુગલને પવિત્ર કરો જેથી જગમાં જયકારને | પ્રાપ્ત કરો. (૧૧)
' હે ભવ્યજનો ! સાંભળો જો તમારે મુક્તિ મેળવવાની ઈચ્છા છે તો ધર્મ કાર્યમાં દિન ઉદ્યમવંત બનો એ પ્રમાણે મુનિવરે ત્યાં તે દંપતીને પ્રતિબોધ કર્યો તે વર્ણન ગર્ભિતની
બેતાલીસમી ઢાળ ઉદયરત્નજી મહારાજે પૂર્ણ કરી. (૧૨)