________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
એ પ્રમાણેના કુંભારના મધુર અને મીઠાં વચનો સાંભળી ‘સોમશ્રી’ ઘડો લઈને ત્યાંથી પાછી વળી અને નિર્મળ - ચોખ્ખા પાણીથી તે ઘડો ભરીને સ્નેહપૂર્વક સોમા સાસુને જઈને આપે છે. (૧૪)
જલકુંભ જોઈને સોમા એકદમ શાંત થઈ અને ઘડો જોઈને ખૂબ જ પશ્ચાત્તાપ (પસ્તાવો) ક૨વા લાગી, ખરેખર જે જીવ કર્મ કર્યા પછી આ મારી ભૂલ છે એમ જાણીને પસ્તાવો કરે છે તે જીવ પોતાના કરેલાં લગભગ કર્મોનો હ્રાસ કરે છે - કર્મોને (શિથિલ) પાતળાં કરી નાંખે છે. (૧૫)
વિવેચન : ખરેખર પશ્ચાત્તાપની એક અનોખી તાકાત છે. કરેલ પસ્તાવો આપણા બગડેલાં જીવનને સુધારી આપે છે. આપણા અનંતા કર્મોને તોડી નાંખે છે. જેમ બાલકની માતા બહાર કોઈ કામે ગયેલી છે. બાળકને ‘માતા’ને પાછી બોલાવવી છે, તો તે બાલક રડ્યા કરે છે અને રડતું બાળક જોઈને ‘મા' જ્યાં હોય ત્યાંથી પાછી આવી જાય છે. તેમ પશ્ચાત્તાપની તાકાત છે તે કેવલજ્ઞાનને પણ ખેંચી લાવે છે. તે પરમાત્માને પોતાને આત્મસાત્ કરી શકે છે. દા.ત. દ્રઢપ્રહારીએ ચાર જીવોની હત્યા કરી પણ બાળકોના કરૂણ કલ્પાંતે તેનાં હૃદયને હચમચાવી દીધું. તે ઘોર પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને કોઈક ગુરુભગવંતનો યોગ પ્રાપ્ત કરી સંયમ લઈ પાપોના પશ્ચાતાપે અભિગ્રહ કર્યો. મને લોકો મારાં પાપો યાદ કરાવે ત્યાં સુધી નગરીના ચારે દ્વારે કાયોત્સર્ગ કરવો એમ પ્રાયશ્ચિત્તના બળે અને તે માટે સંયમ માર્ગે આગળ વધી રહેલ મહાત્મા દ્રઢપ્રહા૨ીએ કર્મોનો ભૂક્કો બોલાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અંતે શિવપટ્ટરાણીને વર્યા. એક નાનકડાં પશ્ચાત્તાપની આ તાકત છે કે તે મહા ફળદાયક શાશ્વત સુખને પામે છે. એજ રીતે સોમશ્રી જળકુંભને લાવી તે જોઈને તેની સોમા સાસુ પસ્તાવો કરે છે.
એ પ્રમાણે કેદાર રાગમાં ત્રેસઠમી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે કહી છે અને કહે છે કે જો મુક્તિવધૂને મેળવવી છે તો પરમાત્માની પૂજા ઉલ્લાસપૂર્વક કરો ! (૧૬)
ઈતિ ૬૩મી ઢાળ સંપૂર્ણ
૩૪૭
JESSEN