SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ અભિગ્રહ ધૂપને અંતરે, પારીને પછી વિનયંઘર એમ વિનવે એ; પ્રથમ પ્રણમી પાય રે, જુગતે યક્ષને ચતુરપણે મુખથી ચવેએ. ૧૦ સંપૂરણ મહાસુખ રે, પામ્યો પરિગલ દેવ તુમારે દરિસણેએ; અધિક થયો સંતુષ્ટ રે, વિનયંધર વયણે, વિનય વહાલો દેવનેએ. ૧૧ દેવતણું દરશન રે, નિષ્ફલ નવિ હોયે, રત્ન આપ્યું એક રૂઅડું એ; કરશે વિષઅપહાર રે, વળી તું જે વાંછે આપું તે નહિ કૂઅડું એ. ૧૨ પુનરપિ પ્રણમી પાય રે, વિનયંધર વદે, કર્મકર નામ માહવું એ; તે ટાળો તુમે દેવ રે, કુલ પ્રગટ કરો સફલ દરિસણ સહી તાહરું એ. ૧૩ દિન થોડામાં વંશ રે, પ્રગટ કરીશ કહી યક્ષ અદર્શિત તે થયો એ; પ્રેમે જિનના પાય રે, વિનયંધર વંદી અરજ કરે આગળ રહ્યો એ. ૧૪ અજ્ઞાની હું અંધ રે, તુજ ગુણ પંથનો પાર લેવા સમરથ નહિએ; તે ફળ હોજો મુજ રે, ધૂપપૂજા થકી જે ફલ આપે તું સહીએ. ૧૫ પુનરપિ પુનરપિ પાય રે, પ્રણમે લળી લળી કરજોડી સ્તવના કરે એ; ધન્ય માની અવતાર રે, જિનને વાંદીને આવ્યો આપણે મંદિરે એ. ૧૬ હવે જુઓ દેવ સંકેત રે, શીપેરે ફલે કથા કહું હું તેહનીએ; તે નગરીનો નાથ રે, રત્નરથ નામે, કનકશ્રી તસ ગેહિનીએ. ૧૭ તસ ઉદરે ઉત્પન્ન રે, બહુપુત્ર ઉપરે, ભાનુમતી નામે સુતાએ; એ કહી વીસમી ઢાળ રે, ઉદયરત્ન વદે જિનપૂજા બહુ ગુણયુતાએ. ૧૮ ભાવાર્થ : હવે ગુણના ધામ વિનયંધરકુમાર ધૂપ ધરીને જિનવરની આગળ ધ્યાન ધરીને એકમન વાળો થઈને રહ્યો છે. ત્યારે યક્ષણીને વિનયંધર પ્રત્યે રાગ થયો છે એમ જાણી યક્ષને અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો. (૧) તેથી યક્ષ રોષથી લાલચોળ થયેલો જાણે ‘યમરાજ’ ન હોય તેવો થયો અને રોષધરીને વિનયંધરને મારવા ભુજંગનું રૂપ ધારણ કરે છે. તે ભુજંગ કેવો છે ? તે કહે છે મસ્તકે ફણાટોપ ધરેલી છે. રોષથી લાલ થયેલી છે આંખો જેની એવો તથા મહાકાય વિકરાલ કાળો ડિમાંગ જાણે કાળ રાજ કોળિયો કરવા ન આવ્યો હોય એવો યમદૂત સરીખો તે ભુજંગ દેખાતો હતો. (૨) ૧૧૫
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy