________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વિવિધ વિલાપ કરે તે વળી વળી રે, સાલે નિજ દુઃખ શૂલ; માનો વિરહો બાલક કિમ ખમે રે, મહાદુઃખનું એ મૂલ. કરમ૦ ૧૭ કૂઆ કાંઠે પડછંદા સુણી રે, સારથવાહ ને કહે લોક; કૂઆમાંહિ કાંઈ કારણ અછે રે, પોઢી મેહલે રે પોક. કરમ૦ ૧૮ વિરતંત સારથવાહ તે સાંભળી રે, પરિકર લેઈ પાસ; અનુક્રમે કૂઆ કાંઠે આવીને રે, તુરત કઢાવે રે તાસ. કરમ૦ ૧૯ યંત્રવિધિ યુગતિ મતિ કેળવી રે, સારથપતિ ગુણગેહ; ઉદયરત્ન કહે અઢારમી ઢાળમાં રે, બાહિર કાઢ્યા એ બેહ. કરમ૦ ૨૦
ભાવાર્થ : હસતાં-રમતાં કરેલાં કર્મ લાખ ઉપાયે ટળતાં નથી. કરેલાં કર્મ કયા ભવમાં ક્યારેક ઉદયમાં આવશે જ અને તે ભોગવ્યા વગર છુટકો જ નથી. ચાહે દેવેન્દ્ર હોય, દેવો હોય, સુરન૨ હોય, કિન્નરો હોય, ચક્રવર્તી હોય, વાસુદેવ કે બલદેવની જોડી હોય યા જગતમાં સમર્થ કહેવાતાં જિનેશ્વરદેવ હોય સહુને આપણાં કૃતકર્મ કર્મના વિપાક ભોગવ્યા વિના છુટકો થતો નથી. (૧)
નલ પાંડવ જેવા નરપતિ હોય કે માંધાતા મુંજરાજા હોય. લંકાપતિ રાજા રાવણ હોય કે દશરથનંદન રાજા રામ હોય, કર્મે કોઈનેય છોડ્યા નથી. (૨)
વિવેચન : લંકાપતિ રાવણને ઘણું જ અભિમાન હતું. તે માનતો હતો કે દશરથનંદન રામ મને શું કરી શકશે ? તેને તો હું એક ચપટીમાં રણમધ્યે રોળી નાંખીશ. મારી સામે કોણ ઉભો રહી શકે તેમ છે ? જે આવે તેને હું ‘યમલોક' પહોંચાડી દઉં છું. આમ અભિમાનના શિખરે ચડેલા તેને ક્યાં ખબર છે કે જન્મતાં જ તારા લખાયેલા લેખમાં લખાઈ ગયું છે કે તારું મૃત્યુ પરસ્ત્રી લંપટપણાના પાપે રાજા રામના હાથે જ થશે ! વિભીષણે વડીલબંધુને સમજાવવા ઘણાં જ પ્રયત્નો કર્યા છતાં ‘સીતા’ના મોહવશ તે ન સમજ્યો તે ન જ સમજ્યો અને માનથી મતંગજ થયેલા તેણે રાજા રામ સાથે યુદ્ધ ખેડ્યું અને મરણને શરણ થવું પડ્યું. કેવલી ભગવંતના કહેવા મુજબ પ૨સ્રી લંપટપણાના નિમિત્તે કહેવાતા ભાવિ તીર્થંકર રાજા રાવણને પણ કર્મસત્તાએ રણમાં રોળી નાંખ્યો. કરેલાં કર્મ ક્યારેય કોઈને છોડતાં નથી. જુઓ કહેવાતાં ચરમશરીરી રાજા રામને પણ ૧૨ (બાર) બાર વર્ષ સુધી જંગલમાં રખડવું પડ્યું. સતીયોમાં શિરોમણી ગણાતી સતી સીતાને શીરે પણ કલંક આવ્યું અને તેને પણ કર્મે વનવાસ આપ્યો. અંતે ‘અગ્નિપરીક્ષા’ માં ઉતરવું પડ્યું. આમ અનેક રાજા મહારાજાઓ થઈ ગયાં કે જેમને પોતે કરેલા કર્મ ભોગવ્યા વિના છુટકો ન થયો તે ન જ થયો.