SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ SSSSSSSSSSSSSSSS શ્રી અપ્રકારી પૂજાનો રાસ) SG બસ એ જ રીતે મન-વચન અને કાયાના ત્રિવિધ યોગે જે જીવ કર્મબંધ કરે છે તે જીવ કરી ચારગતિરૂપ સંસારમાં ભમતાં ભમતાં તે તે કર્મના વિપાકને મુખથી નિઃસાસા નાંખતા રડતાં આક્રંદ કરતાં ભોગવે છે. કહેવાય છે હસતા બાંધેલા કર્મો રડતા પણ છુટતાં નથી. (૩) , | બસ એજ રીતે “કમલકુમાર'ને પણ કર્મવશે ભારંડપક્ષી માંસની ભ્રાંતિથી ચંચુપટમાં થી ગ્રહણ કરી આકાશ પંથે ઉડવા લાગ્યો. (૪) તે સમયે આકાશ પંથે ઉડતાં વચ્ચે સામેથી મહાબલવાન ભાખંડપક્ષી આવ્યો અને ના માંસની ભ્રાંતિથી તે પણ તેને મેળવવા માટે દોડ્યો અને બંને જણા સામસામી યુદ્ધ કરવા | લાગ્યાં અને બંનેની લડાઈ વચ્ચે બાલક મુખમાંથી છુટી ગયો. જેનું આયુષ્ય બલવાન છે કરે તેને કોઈ કશું જ કરી શકતું નથી. (૫) અહો ! અહો ! ભવિતવ્યતાવિધિના લખાયેલા ભોગને પણ શું કહિયે ! કર્મના લેખ [ પણ કેવા છે. મીટાડ્યા મીટતા નથી. રાય-રાણા - ઋષિ યા રંક કોઈપણ હોય તેની કર્મની રેખા ક્યારેય છુટતી નથી. (૬) હવે કમલકુમારનો કર્મનો ભાવિ ભોગ કેવો છે તે તો જુવો. તેના જીવિતના બલે હવે તેને આગળ કેવો યોગ મળે છે તે જુવો. ભારંડપક્ષીના ચંચુપટમાંથી છૂટેલો તે ‘બાલકકમલ” એકદમ કૂવામાં પડ્યો. (૭) તે પહેલા પાણીનો અર્થી કોઈ પંથી મુસાફર) તે વનમાં આવ્યો અને પાણીની શોધ કરતો તે જંગલમાં જોતો ફરે છે ત્યાં તેને તે કૂપ દેખાયો. (૮) તૃષાતુર એવી ગ્રીષ્મઋતુનું આક્રમણ થઈ રહ્યું હતું તેથી પાણીની ઈચ્છાથી તે મુસાફરે છે ફૂપમાં પાણીના આલંબનથી પડતું મૂક્યું અને પાણીને અવલંબીને રહ્યો છે. તેવામાં (૯) સૂર્યમંડલની પરે શોભતો જાણે તેજનો પુંજ ન હોય તેવા “કમલકુમાર'ને કૂપમાં પડતો , તે મુસાફરે જોયો. (૧૦) કૂવામાં પડતાં તે બાલક સુધી પાણી આવી જશે અને તે મુસાફરે કમલ કોમલ દુઃખ કરંડ થયો છે એમ સમજી પોતાની ભુજદંડને પસારી પડતા તે બાલકને ઝીલી લીધો. (૧૧) ત્યારબાદ તે મુસાફરે “કમલને વસ્ત્રથી વીંટી લીધો અને પિતાતુલ્ય તેના પર પ્રેમ ધારણ કરતો ચિત્તમાં ચિંતવવા લાગ્યો કે કૂવામાં હવે કેવી રીતે જીવાશે? (૧૨) એટલામાં “મા” વિહોણો “સ્તનપાન' વિનાનો તે બાલક ભૂખ્યો થયો તેથી ક્ષણમાત્ર રોતો બંધ થતો નથી. એટલે ગુણપાત્ર એવો તે મુસાફર ચિંતવે છે કે જયાં સુધી હું જીવીશ ત્યાં સુધી આ બાળકને દુઃખી નહિ થવા દઉં. (૧૩)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy