SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ S TD 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો) ) RT 3 એ પોતાની સાહેલીને બોલાવી કહેવા લાગી, અલી એય જો તો ખરી રૂપનો કુંજ જોવો હોય 6 તો આ મુનિને જોઈ લે. સાક્ષાત્ ચંદ્રનો અને કામદેવનો અવતાર છે. સ્ત્રીઓના ટોળે ટોળાં મુનિવરને જોઈ મુગ્ધ બનવા લાગ્યા. એટલું જ નહિ પણ મુનિવરના મુખકમલને નિહાળતાં ને કેટલીક સ્ત્રીઓએ તો ઘડામાં દોરડાનો ગાળો નાંખવાનો હતો તે સાથે લઈને આવેલ મને કે પોતાના વહાલસોયા, લાડકવાયા દીકરાના ગળામાં ગાળો નાંખ્યો અને બાળકોને કૂવામાં ! ઉતારી દીધાં. આમ ઘડાને બદલે બાળકને ફાંસીયો અને બાલક મૃત્યુ પામવા લાગ્યો. આ પ્રમાણેનું દશ્ય મુનિવરની નજરથી છાનું રહ્યું નહિ. મુનિવરનું હૃદય કંપવા લાગ્યું. પણ મન મુંઝાવા લાગ્યું અને પોતાના રૂપ પર મુનિવર તિરસ્કાર કરવા લાગ્યા કે, ધિક્કાર હો ? આ મારા રૂપને, કે જે રૂપના કારણે બાળકનો સંહાર થયો. મારા રૂપને, મારા તેજને દિને ધિક્કાર હો ! ધિક્કાર હો ! હવે બલદેવ મુનિએ મનોમન નક્કી કર્યું કે હવે આ નગરીમાં 5 હું ફરીશ નહિ. રહીશ નહિ અને આહાર પણ કરીશ નહિ. | બસ એ રીતે નક્કી કરી મુનિવર તુંગીયાનગરીમાં ગયા પણ નહિ અને સૂકાં વનમાં | ચાલવા લાગ્યા. ઘોર ભયંકર જંગલ છે. પણ મુનિવરના તપ - તેજ – સંયમના પ્રભાવે કરી ત્યાંના હિંસક પ્રાણી પણ અહિંસક બન્યાં. પશુ – પક્ષી પણ મુનિવરની આસપાસ આવીને ને વસવા લાગ્યા. જાણે મુનિવરના ભક્તો બની ગયાં અને આ સૂકા વનમાં વસતા મૃગલાં ની પણ મુનિવરને નમસ્કાર કરવા લાગ્યા. તે જંગલમાં એક રથકારક લાકડાં કાપીને લાકડાં લેવા ગયેલ છે. ત્યાં આખો દિવસ દિને કામ કરે છે અને તેની પત્નિ રથકારક માટે ભાત લઈને આવી છે. જમવાના સમયે, જમવા નું બેસતી વખતે માનવ અતિથિને યાદ કરે છે એ ન્યાયે રથકારકે પણ મુનિવરને યાદ કર્યા તે | અને વંદન કરીને કહેવા લાગ્યો કે, હે મુનિવર ! આ સુઝતો આહાર છે. આપ ગ્રહણ કરો. | મુનિવરે પણ જ્ઞાનના ઉપયોગથી ગોચરીના બેતાલીસ દોષ ટાળીને તે આહાર હોર્યો. આ રથકારકે પણ આનંદપૂર્વક વધતા ઉમંગથી આહાર હોરાવ્યો. તે જોઈને મૃગ રથકારકની Sિ અત્યંત અનુમોદના કરે છે અને અનુમોદના કરતાં કરતાં મૃગે દેવગતિનું આયુષ્ય બાંધ્યું કે | અને મૃત્યુ પામી મૃગ દેવલોકે ગયો. ખરેખર જીવ તનથી કે ધનથી કંઈ જ સુકૃત કરી શકતો નથી પણ મનથી અનુમોદના દ્વારા પણ સુકૃત કર્યા જેટલું જ પુણ્ય ઉપાર્જન કરી શકે છે. માટે જ શાસ્ત્રમાં કહ્યું છે કરવું - કરાવવું – અનુમોદવું. ત્રણેયને સમાન ફલ પ્રાપ્ત થાય છે. જેમ મૃગે રથકારકના દાન- E Kી ગુણની અનુમોદના દ્વારા દેવલોક પ્રાપ્ત કર્યું, તેમ હાલિકની પત્નિએ પણ હાલિકે કરેલ છે જિનભક્તિ અને મુનિ ભક્તિના ગુણની અનુમોદના દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી. TEST STATU૨૭૭ SSA SATA
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy