________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
૩ત વ :
इन्द्रं त्प्रभुत्वं ज्वलनात्प्रतापं, क्रोधं यमाद्यै श्रमणाच्चवित्तं । सत्यस्थिति रामजनार्दनाभ्या - मादाय राज्ञः क्रियते शरीरम् ॥ १ ॥ ગેલે ગજગતિ ચાલે ગોરડી ચંદાવયણી રે દોય ચકોરી; અહળવે આડી નજરે નિહાલતાં સ્વામી કેરું રે ચિત્ત લે ચોરી. ભાવ૦ ૨૫ પંચ વિષય સુખ પ્રિયશું વિલસતાં ગર્ભવતી થઈ દોય સજોડી પ્રસવ્યા પુત્ર હો રૂપે પુરંદરુ કંદર્પ કેરું રે માન જ મોડી. ભાવ૦ ૨૬ ધવલ મંગલ હો ગાયે ગોરડી ઓચ્છવ કીધો રે અતિ આણંદે કુરુચંદ્ર હરિચંદ્ર દોય કુમર તણાં નિરુપમ દીધાં રે નામ નરિંદે. ભાવ૦ ૨૭ અનુક્રમે ભણિયા હો યૌવનભર થયા નૃપ દોય સુતશું રે જોરે દિવાજે વિજયચંદ્ર વિવિધ સુખ ભોગવે ચતુરંગ સેના રે સુભટ સુસાજે. ભાવ૦ ૨૮ ગયવર ગાજે હચવર હણહણે પાયક પાલખી રે રથ દળ પૂરે વઝીર શેઠ સેનાપતિ વાગિયા હાથ બે જોડી રે રહે હજૂરે. ભાવ૦ ૨૯ ઉદયરતન કહે ઉલટ આણીને શ્રોતા સુણો રે સહુ ઉજમાળે; દેશ નગર ગૃપનંદન સેનાશું વરણન કીધું રે પહેલી ઢાળ. ભાવ૦ ૩૦ ભાવાર્થ : એક લાખ યોજન પ્રમાણનો વર્તુલાકારે જંબુદ્વીપ છે. વળી તેને ફરતો વલયાકારે વીંટળાયેલો બે લાખ યોજન પ્રમાણવાળો લવણ સમુદ્ર છે. (૧)
હે ભવ્યજનો ! ભાવ ધરીને તમે સાંભળો કે જેથી ૫૨મ ઐશ્વર્યને પામી પ્રેમ ધરીને પૂજાના ફળને સાંભળો... તેને સાંભળીને ઓળખીને શ્રી જગદીશની પૂજા કરો. (૨)
આ જંબુદ્વીપમાં સાત મોટા ક્ષેત્રો રહેલા છે. મધ્યમાં મેરૂ પર્વત છે. જેના છેડે જંબુવૃક્ષ છે. બીજાં અનંતા દ્વીપ સમુદ્રો છે કે જેમણે વલયાકારે તેને વીંટી લીધો છે.
વળી તે મેરૂને પ્રદક્ષિણા દેતાં બે ચંદ્ર અને બે સૂર્ય આગળ પાછળ ભમી રહ્યા છે. સુંદર સકલ દ્વીપ શિરોમણી છે. આ રીતે મધ્યમાં મનોહર જગતીનું મંડાણ છે. (૪)
મેરૂ પર્વતથી દક્ષિણ દિશામાં અષ્ટમીના ચંદ્રની આકૃતિવાળુ ભરત ક્ષેત્ર શોભી રહ્યું છે. આ ક્ષેત્ર ઋદ્ધિ-સિદ્ધિથી ભરપૂર છે. જેમાં ૩૨,૦૦૦ દેશો એક એકથી અધિક ચડતા શોભી રહ્યા છે. (૫)
૫