________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તો તે હરિચંદ્ર રાજાને સદ્ગતિ પ્રાપ્ત થઈ હશે કે નહિ ? આવી શંકા શું કરવી ? તે નિશ્ચે સદ્ગતિ જ પામ્યા હશે. પરંતુ હું અલ્પજ્ઞાની હોવાથી તેમની ગતિનો નિશ્ચય કેવી રીતે આપી શકું ? (૫) ?
વળી કર્મની ગતિ ન્યારી છે. કર્મ ક્યારેક સમકિતવંતને પણ નરકમાં પટકી દે છે. તિર્થંકરના આત્માને પણ છોડતો નથી. તેમજ જૈનધર્મ અનેકાંતવાદી છે, એકાંતવાદી નથી. એકાંતનયથી જોઈએ તો સમકિતધારી હોવાથી સદ્ગતિ જ થાય અને અનેકાંતનયથી જોઈએ તો અંત૨પરિણતી આપણે જાણી શકીએ નહીં, તો પરિણતી મુજબ ગતિ થાય તે માટે આ વાતનો નિર્ણય તો કેવલી ગમ્ય છે. (૬)
(રાગ : ધનાશ્રી દીઠો દીઠો રે વામા કો નંદન દીઠો - એ દેશી) ગાયા ગાયા રે, એમ જિનપૂજા ગુણ ગાયા; વિવિધ કથા ગુણ કુસુમે કરી મેં, શ્રી જિનરાજ વધાયા રે. એમ૦ ૧ અષ્ટપ્રકારી ચરિત્રમાં નિર્મળ, વિજયચંદ્ર મુનિરાયા; હરિચંદ્ર નૃપના હિતને કાજે, એહ સંબંધ બતાયા રે. એમ૦ ૨ ગાથા બંધ ચરિત્રથી જોઈ, ભેદ સર્વે દિલ લાયા; જિનપૂજા ફળ દૃઢવા હેતે, દ્રષ્ટાંત એહ દેખાયા રે. એમ૦ ૩ મૂળ ચરિત્રની રચના નીરખી, વિધવિધ ભાવે મેં લાયા; પ્રેમે જિનપૂજા ગુણગાતા, દુષ્કૃત દૂર ગમાયા રે. એમ૦ ૪ સકલ મનોરથ સફળ ફળ્યા અબ, પુણ્યભંડાર ભરાયા; કુશલલતા શત શાખા પ્રસરી, મંગલ કોડી ઉપાયા રે. એમ૦ ૫ આદિ ચરિત્તથી ન્યૂન અધિક જે, સંબંધ એહ રચાયા; મિચ્છામિ દુક્કડમ્ હોજો મુજને, સંઘની સાખે સુણાયા રે. એમ૦ ૬ જિનગુણ ગાવાની બુદ્ધિ જાગી, તેણે મેં મન દોડાયા; મંદમતિ હું કાંઈ ન જાણું, શોધી લેજો કવિરાયા રે. એમ૦ ૭ સંવત સતર પંચાવન વરસે, પોષ માસ મા ભાયા; રવિવાસર વદી દશમી દિવસે, પૂરણ કલશ ચઢાયા રે. એમ૦ ૮ શ્રી તપગચ્છ ગયણાંગણ ભૂષણ, દિનદિન તેજ સવાયા; સકલ સૂરિજન ગ્રહગણ દિનકર, શ્રી રાજવિજય સૂરિરાયા રે. એમ૦ ૯
૪૨૯૦