________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સુરવિક્રમ રાજાની પુત્રી ફૂલની માળા જેવી દીપી રહી છે. રૂપ કલા અને ગુણે ક૨ીને તે કામદેવની પત્નિ રતિ રાણીને જીતે છે. અર્થાત્ સાક્ષાત્ તિરાણી લાગે છે. (૨)
વેણીમાં જાણે નાગ વસ્યો છે. શશિવદની છે. દીપશિખા જેવી નાસિકા છે અને નાજુક મૃગનયન જેવા તેના નયનો છે. (૩)
હોઠ વિદ્રુમ જેવા (પરવાળાં) છે. દાંત જાણે દાડમની પંક્તિ છે. કંઠ જાણે કોકિલાને જીતે છે. વળી તે ગજગામીની જેવી ચાલે ચાલે છે. (૪)
તેના ઉન્નત પયોધર જાણે શંભુને જીતે છે. કંચુક મીસે કામની ઈચ્છાથી જાણે બે તંબુ ન તાણ્યા હોય તેવો તેનો સ્તનભાગ શોભી રહ્યો છે. (૫)
તેનાં અંગ કોમલ છે. ઉદરભાગ કૃશ છે. સુંદર સિંહલંકી જેવી છે. લોચનની લહેજ તેની એવી છે કે જાણે તે અમરાંગનાને ઢાંકે છે. (૬)
વળી તે ‘વિનયશ્રી’ નખથી શિખા સુધી નિર્મલ છે અને શૃંગાર કરે ત્યારે વધુ શોભાને પામે છે. વગર શૃંગારે પણ તે શૃંગાર સજેલી હોય તેવી સોહે છે. તેના મુખનો મટકો એવો છે કે જેને દેખીને મુનિજનના પણ મન મોહિત થાય છે. (૭)
વળી તે મંથરગતિથી પગ માંડે છે. મુખે મીઠું બોલે છે. કાયાની કાંતિ એવી છે કે જેને જોઈને દિનકર પણ ડોલી ઉઠે છે. અર્થાત્ સૂર્ય કરતાં પણ તેનાં શ૨ી૨ની કાંતિ વધારે છે. (૮)
હવે ‘શ્રીમાલા’ રાણી પોતાની પુત્રી ભરયૌવન વયે આવી ઉભી છે, હવે તે વર વરવાને યોગ્ય થઈ છે એમ જાણીને માતા તેણીના હિતને માટે તેને રાજસભામાં મોકલે છે. (૯)
તેણીને આભૂષણ પહેરાવીને રાજા પાસે મોકલે છે અને વિનયશ્રી પણ ત્યાં જઈને ઉલ્લાસપૂર્વક પિતાને પ્રણામ કરે છે. (૧૦)
વળી તે કરજોડીને જ્યારે પિતાની સામે ઉભી રહી ત્યારે તે અપ્સરાની જેમ શોભવા લાગી. એ પ્રમાણે ‘વિનયશ્રી’ના રૂપગુણના વર્ણન સાથેની ઉદયરત્નજી મહા૨ાજે ચાલીસમી ઢાળ પૂર્ણ કરી. (૧૧)
૨૨૮