________________
Sિ S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ
. વળી યજ્ઞસૂત્ર ધારણ કરતી, જંગમ વેલી હાલતી ચાલતી કોઈનું મરણ કરાવનારી, 5 કોઈના મનને હરનારી અને વળી કામણ - રુમણ અને વશીકરણને કરનારી છે. (૧૫)
હવે તારી શ્રીદેવી નામની રાણીએ તે તાપસીની સેવા કરી છે તેને નમે છે અને હંમેશા Eી તેની ભક્તિ કરે છે. આમ તેને સાધીને એક દિવસ રાણીએ તે તાપસીને કહ્યું કે, હે સ્વામીની ! તું સઘળું વૃત્તાંત મારૂં જાણે છે તો પણ તમારી ચેલી શા માટે દુઃખ પામે ? (૧૬)
ત્યારે તાપસી બોલી કે, ચેલી શા માટે દુઃખ પામે ? તો શ્રીદેવી કહેવા લાગી કે મારી અરજી સ્વીકારો. મારો સ્વામી ઘણી રાણીઓનો સ્વામી છે. આ ઘરવાસને ધિક્કાર થાઓ. (૧૭)
કેમકે શોક્યના મુખરંગ દેખીને મને મહાદુઃખ ઉત્પન્ન થાય છે. કારણ મારા સ્વામીને તે સઘળી ધૂતારી રાણીઓએ પોતાનો બનાવી દીધો છે. એટલે મારે ભાગે તે આવતો નથી. (૧૮)
વળી દેવે મને દુર્ભગપણું આપ્યું છે. તેથી મારા આ અવતારને ધિક્કાર પડો. હું માનું છું આવું જીવવા કરતા તો મરવું સારું. (૧૯)
માટે હે તાપસી ! મને એવું કંઈક કરી આપો કે જેથી મારો સ્વામી મારે વશ થાય. હું જીવું ત્યાં સુધી એ પણ જીવે અને હું મરું ત્યારે તે પણ મરે. (૨૦)
હે ભગવતી ! હું તમને લળી લળીને વારંવાર પગે લાગુ છું. વળી મનના હર્ષ સાથે ન કહું કે તમે જે કહેશો તે કરવા તૈયાર છું. ત્યારે ભગવતી પણ “શ્રીદેવી'ને કહેવા લાગી Eી કે હે શુભમતિ ! તારા પતિને વશ કરવા તું ઈચ્છે છે તો તું વશીકરણનો ઉપાય સાંભળ. (૨૧)
વળી વશીકરણ કાજે આ અનોપમ ઔષધિ વલય તારા હાથે બાંધી રાખજે જેથી તારો | | ભર્તાર જે રાજા છે તે તારે વશ થશે. (૨૨)
ત્યારે શ્રીદેવી કહેવા લાગી કે, મારા સ્વામીના દર્શન પણ સ્વમની જેમ દુર્લભ છે. તેથી ની તેમનાં મંદિરમાં પ્રવેશ ક્યાંથી પામી શકું ? અર્થાત્ તેમનાં મંદિરમાં હું પ્રવેશ કરી | શકતી નથી તે મારી સાથે દંભ રાખે છે. (૨૩).
વળી મૂલવિના જેમ શાખા વિસ્તાર ન પામે, તેમ આ કામ મને શક્ય લાગતું નથી. ત્યારે તાપસી કહેવા લાગી કે હે ભદ્રે ! તો તને બીજો ઉપાય બતાવું છું તે તું સાંભળ ! (૨૪)
પતિને આકર્ષણ કરવા આ એક અનોપમ મંત્ર છે તે તું આરાધ, જેથી તારા મનવાંછિત | ફળશે અને શોક્ય તણું બલ ભાંગી જશે. (૨૫) - ત્યાર પછી શ્રીદેવી શુભમુહૂર્ત વિધિ સહિત મંત્ર ગ્રહણ કરી મંદિર ગઈ અને અહોનિશ | મૌન રહીને તે મંત્ર આરાધે છે અને તે મંત્રના પ્રભાવે રાજા “શ્રીદેવીને પોતાના મંદિરે બોલાવવા માટે દાસીને મોકલે છે. (૨૬)