SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ SONA NO | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ) | 2013 ઢાળ છત્રીસમી | દોહા | જયસુંદરી જિનને કહે, આણી મન અંદોહ; સોલ વરસ કુણ કર્મથી, પામી પુત્ર વિછોહ. ૧ શોક્ય તણું ઈંડુ હરી, સોલ મુહરત લગે જેહ દુઃખ દીધું જે શોક્યને, તું ફલ પામી તેહ. ૨ તિલ તુસ માત્ર જ અન્યને, સુખ દુઃખ કીજે જેહ; અનંત ગુણું તેહથી અધિક, પરભવે પામે તેહ. ૩ રતિરાણી જયસુંદરી, માંહોમાંહી બેહ; ખમાવે ખાતે કરી, જિન સાખે કરી નેહ. ૪ કહો મુનિ તે કુણ વાનરી, જેણે કીધો ઉપકાર; જિન કહે એ તાહરી સુતા, કહો તેહનો અધિકાર. ૫ ભાવાર્થ : હવે જયસુંદરી જિનને વંદન કરી મનમાં સંશય હતો તે પૂછવા લાગી કે, તે ભગવંત ! સોલ વર્ષ સુધી કયા કર્મથી હું પુત્રનો વિયોગ પામી ? (૧) તે સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! પૂર્વે શુક-યુગલના ભવમાં તે શોક્યનું ઈંડું હરણ કરી સોલ મુહૂર્ત સુધી રાખ્યું હતું. એ પ્રમાણે તે જે શોક્યને દુઃખ દીધું, સી તે ફલ તું આ ભવમાં પામી કે તે કર્મથી તને સો વર્ષ પુત્રનો વિયોગ થયો. (૨) - જ્ઞાની પુરુષ ફરમાવે છે કે, જે જીવો બીજાને તલમાત્ર પણ સુખ કે દુઃખ કંઈ પણ આપે ૬ છે તેને પરભવમાં અનંતગણું સુખ કે દુઃખ પ્રાપ્ત થાય છે. (૩) તે સાંભળીને રતિસુંદરી અને જયસુંદરી બંને માંહોમાંહિ કેવલી ભગવંતની સાક્ષીએ એકબીજાને સ્નેહથી ખમાવે છે. (૪) - હવે તેઓ પૂછવા લાગ્યાં કે, હે ભગવંત ! તે વાનરી કોણ હતી ? કે જેણે મારા પર ઉપકાર કર્યો ? ત્યારે કેવલી ભગવંતે કહ્યું કે, તે શુક-યુગલના ભાવમાં તારી પુત્રી હતી. આ Eી વિગેરે શુક યુગલના ભવથી માંડીને સર્વ અધિકાર કહી સંભળાવ્યો. (૫) 5) S SS S૨૦૬
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy