________________
E SS S SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
- (રાગ : ધન્યાશ્રી પ્રભુ તુજ શાસન અતિ ભલું - એ દેશી) જયસુંદરી રતિરાણીએ, કૃતકર્મના બંધન છેલ્લાં રે; શ્રી જિનવચન સુણી તિહાં, ભવિજનના મન ભેદ્યાં રે. ધન્ય ધન્ય શ્રી મુનિરાજને, જે મનના સંશય ટાળે રે; આગમ અરથ પ્રકાશીને, જે જિનશાસન અજુઆલે રે. ધન્ય૦ ૨ હેમપુરનો સ્વામિ હવે, કેવલીને કહે શીર નામી રે; પુત્ર રાણીશું મેં પ્રભુ, કુણ પુણ્ય એ અદ્ધિ પામે રે. ધન્ય૦ ૩ મુનિ કહે સુણ શુકને ભવે, જિન આગે અક્ષત ધરીયા રે; ચાર જીવ તિહાંથી સવિ, સુરલોકે જઈ અવતરીયા રે. ધન્ય૦ ૪ અનુક્રમે તુમે ઈહાં અવતરીયા, સુરલોકે છે સા દેવી રે; ત્રીજે ભવે તે તાહરી, પુત્રી પણે જાણેવી રે. ધન્ય૦ ૫ અક્ષત પૂજાને પુણ્ય, સુર માનવના સુખ દીઠાં રે; ત્રીજે ભવે હવે તુમે, શિવપુર સુખ લેશો મીઠાં રે. ધન્ય૦ ૬ ઈમ સુણી રતિરાણીના, અંગજને નિજ રાજ દીધું રે; જયસુંદરી જયદત્ત શું, રાજાએ સંજમ લીધું રે. ધન્ય છે નરનારી સહુ વાંદીને, પોહતાં પોતાને ગેહ રે; કેવલી વિહાર કરે તિહાં, નિજ પરિકરશું સસનેહ રે. ધન્ય૦ ૮ તે ત્રણ જીવ ત્રિવિધે કરી, વ્રતને દૂષણ ન લગાવે રે; છટ્ટ-અટ્ટમ આદિ તપ-તપે, ક્ષમાએ કર્મ ખપાવે રે. ધન્ય૦ ૯ પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરે, તે દશવિધ ધર્મ દીપાવે રે; શ્રી ગુરુની સેવા કરે, મન શુદ્ધ ભાવના ભાવે રે. ધન્ય૦ ૧૦ ચોકખું ચારિત્ર પાળીને, હેમપ્રભમુનિ ગુણદરિયો રે; કાલ કરી સુરમતિ પણે, સહસ્ત્રારે જઈ અવતરિયો રે. ધન્ય૦ ૧૧ જયસુંદરી ને કમર તે, ઉત્તમ સંયમ આરાધી રે; મિશપણે તે અવતર્યા, સુર પદવી સુંદર લાધી રે. ધન્ય૧૨ તે ત્રણે તિહાંથી ચવી, ચોથો દેવીનો જીવ તે ચાર રે;
નરભવ લહી સંયમ ગ્રહી, મુક્તિ ગયા નિરધાર રે. ધન્ય૧૩ STD 10 GSSS ૨૦
- -
-