SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ | TET TAT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) SATTA જનકે જાણી વાત, કુમરીના મન કેરી; દેશે દેશે દૂત, પઠાવે બહુ પ્રેરી. ૪ ભૂપતિ પ્રતિરૂપ, ચિત્રપટે આલેખી; મંગાવે મહિપાલ, સા નવિ રાચે દેખી. ૫ ઈમ ચિત્રપટ અનેક, મોટા મહિપતિ કેરા; મંગાવ્યા મહારાજ, એક એકથી અધિકેરા. ૬ પેખીને પટ્ટરૂપ, મનશું મોહ ન જાગે; ચિત્ત ન ચાહે કોય, રૂપે રઢ ન લાગે. ૭ ન નીપાયો નર તેહ, ધાતાએ ભૂપીઠે; ઈલાપતિ ચિંતે એમ, પુત્રી મોહે જે દીઠે. ૮ જયકુમરનો તામ, પટ્ટ આવ્યો તે નીરખી; રોમાંચિત થઈ તેહ, હૈયામાંહિ હરખી. ૯ ત્રિવિધે વરીયો તેહ, જયકુમાર સહુ સાખે; જુગતિ મલી એ જોડી, ભૂપ આદિ એમ ભાખે. ૧૦ કન્યાદાન નિમિત, જયકુમરને તેડાવ્યો; લેઈ જાન સુસાજ, તે પણ તતખિણ આવ્યો. ૧૧ સામહિયો કર્યો તામ, મંગલ તૂર બજાવી; શુભ લગને શુભ યોગ, નિજ પુત્રી પરણાવી. ૧૨ આપ્યાં દાન અનેક, કર મૂકાવણ કાજે; ગૌરવ આદિ સુરંગ, ભક્તિ કરી મહારાજે. ૧૩ મહા મહોત્સવ મંડાણ, પરણાવી નિજ બાલ; ચિંતા ભાગી ચિત્ત, મન હરખ્યો મહિપાલ. ૧૪ દિન કેતા એક ત્યાંહ, જયકુમાર મન મોદે; રહી સુખ વિલસે સોય, નાટક ગીત વિનોદે. ૧૫ એકતાલીસમી ઢાળ, એ કહી ગોડી રાગે; ઉદયરત્ન કહે એમ, શ્રોતા સુણજે આગે. ૧૬ BEST ૨૩૦) IST
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy