________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો સસ
કે હે સ્વામી ! સ્નેહપૂર્વક અમારી વાત સાંભળો. અમારી વિનતી સાંભળો કે અમારાં આ વસ્ત્રો અમે ધૂપથી ધૂપ્યાં નથી ! (૯)
પરંતુ ક્ષેમંક૨ શેઠનો પુત્ર જે રૂપથી રળિયામણો છે. તેનાં શ૨ી૨ની ગંધ સુરભિ-સુગંધી સોહામણી છે. (૧૦)
તો હે રાજન્ ! અમારું વચન સાચું માનો કે તે ધૂપસા૨કુમારની પાસે જઈને જે મનુષ્યો બેસે છે. તેની પાસે એવી સુવાસ આવે છે. (૧૧)
તે સાંભળી મનમાં ‘અમર્ષ' ધારણ કરી રાજાએ ‘ધૂપસાર' કુમારને પોતાની પાસે તેડાવ્યો. ધૂપસા૨કુમાર પણ આવીને પાય પ્રણમી દેહને નમાવીને ઉભો રહ્યો. (૧૨)
તે વારે રાજા રોષે ભરાઈને કુમારને કહેવા લાગ્યો કે, ક્યા ધૂપના પરમાણુથી આ તારી કાયા સુગંધથી મહેંકી રહી છે ! (૧૩)
ત્યારે ગુણવંત એવો ધૂપસાર કુમાર કહેવા લાગ્યો કે, હે રાજન્ ! આ કોઈ ધૂપનો ગુણ નથી. એ તો સ્વાભાવિક મારા શ૨ી૨થી ‘ધૂપ’ જેવી અત્યંત સુગંધ પ્રસરી રહી છે. (૧૪)
પૃથ્વીપતિ તે વાત સાંભળીને મનથી ‘રુષ્ટમાન' (રોષાયમાન) થયો થકો રોષથી ‘યમરાજ’ જેવો થયો અને સેવક પ્રત્યે આ પ્રમાણે આજ્ઞા કરવા લાગ્યો કે (૧૫)
હે સેવકો આને બહાર બેસાડી એના અંગ પર વિષ્ટાનો લેપ કરો કે જેથી સુગંધ મટી જાય અને મલની ગંધથી - દુર્ગંધ વધુ વિસ્તારને પામે ! (૧૬)
ઉપર પ્રમાણેની રાજાની આજ્ઞા શિરોમાન્ય કરીને સેવકો જે પ્રમાણે રાજાએ કહ્યું તે પ્રમાણે ધૂપસા૨ના અંગે વિષ્ટાનું વિલેપન કરવા લાગ્યાં પણ તે વખતે શું બનાવ બન્યો તે હે શ્રોતાજનો ! તમે સાંભળજો. (૧૭)
‘કમલકુમાર’ તરીકેના ભવમાં જે યક્ષ-યક્ષણી સહાયક બન્યાં હતાં. તે બંને મરીને માનવ થયા અને જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ જિનધર્મ આરાધી ફરી બંને જણાં દેવગતિને પામ્યાં. (૧૮)
તે બંને દિવ્યસ્વરૂપી દેવ થયાં અને અવનીતલે આવીને મસ્તક નમાવીને પોતાના મનનો સંદેહ કેવલી ભગવંતને પૂછવાં લાગ્યાં. (૧૯)
કે, હે પ્રભો ! વિનયંધરનો જીવ હાલ કઈ ગતિમાં છે ! એ પ્રમાણે પૂછવાથી કેવલી ભગવંતે ધૂપસા૨કુમારની જન્મથી માંડીને સર્વ સંબંધ કહ્યો. (૨૦)
વિનયંધરનો સર્વ વૃત્તાંત સાંભળીને પૂર્વભવના પ્રેમથી તે દેવોએ જે સમયે રાજાની આજ્ઞાથી સેવકો ‘અમેધ્ય’નું વિલેપન કરતાં હતાં તે સમયે આકાશથકી ધૂપસા૨કુમા૨ ઉપ૨ સુરભિ જલ અને સુગંધી ફૂલની વૃષ્ટિ કરી. (૨૧)
૧૪૫