________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
લોક
.
આશીષ જંપે, સીસ નામી પાય, સહુ સંકટ દેખી જીવ સાથે, જીવાડ્યો તુમે રાય, દેવની સાન્નિધ્યે ગૃપનો, εις નાઠો દૂર, ઉત્સવ થાયે અતિ ઘણાં, તવ વાગ્યા મંગલ તૂર. ઢાળ એ રાણીનો સાચો પ્રેમજી, ભૂપતિ ભાખે વળી વળી એમજી, મનની રીઝે કહે મહારાજજી, માંગો તે આપું વર આજજી. ત્રુટક : વરવદે વનિતા ત્રિવિધ તુમવિણ, અવર વરનું નેમ, વેચાતો તેં મને લીધો, અવનીપતિ કહે એમ, હસી બોલે ભૂપ ભદ્રે ! કહે તે કારજ કોય, વચન મનમાં વિચારીને, કરજોડી કહે સોય. ઢાળ હમણાં વર રાખો તુમ પાસેજી, થાપણ મેલું છું ઉલ્લાસેજી, માંગી લેઈશ અવસર આવેજી, ભૂપ ભણે લેજો પ્રસ્તાવેજી. ત્રુટક પ્રસ્તાવ આવે માંગી લેજો, મુજ કને વર એહ, રખે મનશું લાજ રાખો, સુણપ્રિયે ! સસનેહ, સુખે વિચરે દંપતી હવે, ઉદય થયો ઉલ્લાસ, ઢાળ કહી બશીસમી એ, સુણો શ્રોતા ખાસ. ૧૦
ત્રુટક :
૯
ભાવાર્થ : હવે મંત્રીશ્વર રતિસુંદરીની એ પ્રમાણે વાણી સાંભળીને મનથી અત્યંત હર્ષિત થયો થકો જલ્દીથી ગોખની નીચે સુંદર અને પ્રચંડ એવો અગ્નિ કુંડ તૈયા૨ કરાવે છે અને રતિસુંદરીના ગુણના ગેલે ગોખ નીચે તતકાલ કુંડ તૈયાર થઈ ગયો તે કુંડને અગર, ચંદનના કાષ્ઠથી પૂરી તેમાં ‘ઘી’ની નાલ નાંખી અને અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે તેની વિકરાલ જ્વાલામાલાની જાણે શ્રેણી ન હોય તેવી દેખાવા લાગી અને જ્યાં અગ્નિ પ્રસરવા લાગ્યો ત્યારે લાખો લોકો ત્યાં જોવા મલ્યા છે. (૧)
તે વારે શશિવદની એવી રતિસુંદરી સોળ શૃંગાર સજી જ્યાં પોતાના સ્વામીનૢ રહેલાં છે ત્યાં આવી અને પોતાના ભરતા૨ને પગે લાગી પદ્મીની એવી તે કોમલ વચનથી સહુની સાક્ષીએ કહેવા લાગી કે, હે સ્વામીન્ સાંભળો ! હું તમારા પર માહરું અંગ ઉતારી આપું છું જેથી આપનું સ્વાસ્થ્ય સારું થાય. તે સાંભળી રાજા કહેવા લાગ્યો કે, હે ભદ્રે ! તું જ્ઞાનથી અને મનથી વિચારીને જો. લલાટે જે સુખદુઃખ લખાયા હોય, સર્જાયા હોય તે મીટાડ્યા મટતા નથી. માટે હે સુંદરી ! તું શા માટે તારા પ્રાણ તજે છે ? (૨)
૧૮૫