________________
:
SSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
રાજન ઈમ કહે રાયજાદી, રાખો કોઈ મનાય; મેં તો કાં દુહવી નથી, તો બોલે નહિ કાંય. રા. ૨ કરશું કર ઝાલી કહે, ગદ્ગદ્ કંઠે નરિદ; હે ભદ્ર! બોલો હસી, જિમ ભાંજે દુ:ખ દંદ. રા૦ ૩ તુમને ઈમ ન ઘટે પ્રિયા, તું મુજ જીવન પ્રાણ; કહો તે કામ કરું હવે, ક્યારે ન લોખું આણ. રા. ૪ પહેલાં મેં તુજને ત્યજી, તે તેં વાળ્યો રે દાય; આ જૂને અબોલડે, ખિણ વરસા સો થાય. રા. ૫ હે સુભગે! હવે તુજ વિના, સૂનો સહી સંસાર; હે દયિતે દિલ ખોલીને, સાહમુંજુઓ એકવાર. રા૦ ૬ કાંતે! મન કોમલ કરી, કહોને મનની રે વાત; કાં રિસાણી તું પ્રિયે ! કે ઘાલી જમઘાત. રા. ૭ જતને પણ જીવે નહિ, જળવિણ જલચર જીવ; એહ ન્યાય મુજને હવો, તુજ વિરહ અતીવ. રા૮ એક ઘડી આધી ઘડી, પાણી વલપણ જેહ; તાહરે વિરહે જીવિયે, ચૂક પડે છે તેહ. રા. ૯ અવનીપતિ આદેશથી, આવ્યા વૈધ અપાર; મંત્રવાદી મળ્યાં ઘણાં, અનેક કર્યા ઉપચાર.રા. ૧૦ તો પણ નવલી ચેતના, સચિવ કહે સુણો રાય; મૂઉં મડું જીવે નહિ, જો કીજે કોડી ઉપાય.રા. ૧૧ ધીરજ મન સાથે ધરો, રોયાં ન મલે રાજ; નૃપ કહે મેં મરવો સહી, રાણી સાથે આજ.રા. ૧૨ પાય લાગીને વિનવે, પુરના લોક પ્રધાન;
સ્વામી એ જુગતું નથી, વળતું કહે રાજાન.રા. ૧૩ ખિણ વિરહોન શકું ખમી, પ્રેમ તણો એક પંથ; ચંદન કાષ્ઠ ભરાવીને, હવે રાજા શ્રીકાંત.રા૦ ૧૪