________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
D 3 ઢાળ છાંસઠમી
| દોહા દુઃખણી દીન દોભાગણી, એહવે નારી એક; વિરૂપ દીસે તનુ જેહનું, ધૂલે ધૂસર છેક. ૧ મલિનાંગી શૂકરમુખી, કુત્સિત દીસે કાય; જીરણ મેલે લૂગડે, તે આવી તિણે ડાય. ૨ લારે લાગ્યા તેહની, પુરવાસી બહુ બાળ; શોર કરતા કથી, ઘેલી કહી દે ગાળ. ૩ શિર ઉપરે ઘટ જેવડી, રસોળી અતિ રૌદ્ર; માંસ પિંડશી ઉલ્લસી, દુઃખદાયી મહા સુદ્ર. ૪ બિભત્સ મહા બિહામણી, જાણે રાક્ષસી રૂપ; તેહને દેખી તિણ સમે, મુનિને પૂછે ભૂપ. ૫ કહો સવામી એ કુણ છે, નિંદનીક તનુ પ્રાય;
બહુ દુઃખે દુઃખિત ઘણી, ઈમ પૂછે મહારાય. ૬ | ભાવાર્થ શ્રી વિજયસૂરીશ્વરજીનો ઉપદેશ પૂર્ણ થયો તે સમયે દુઃખીયારી, દૌર્ભાગ્ય દિન શિરોમણી, જાણે ખરાબ ધૂળથી ઢંકાયેલી ન હોય તેવી કદરૂપી એક સ્ત્રી ત્યાં આવી. (૧)
- તે સ્ત્રીનું શરીર મેલું છે. ભૂંડના જેવા મુખવાળી, કુત્સિત (ખરાબ) તેનું શરીર દેખાય દે છે. જીર્ણપ્રાય = ફાટેલા તૂટેલા કપડાં પહેર્યા છે જેણે એવી તે નારી ત્યાં આવી. (૨)
ની તે સમયે નગરના બાળકો તે સ્ત્રીની પાછળ પડ્યાં અને શોર-બકોર કરતાં પાછળથી દે ગાંડી-ગાંડી કહીને ગાળો બોલવા લાગ્યા. (૩) * તે સ્ત્રીનાં મસ્તક ઉપર ઘડા જેવડી અતિ ભયંકર રસોળી થયેલી છે. તે મહાસુદ્ર, ભયંકર નું ની અને દુઃખને આપનારી જાણે માંસનો લોચો ન હોય તેવી તે રસોળી દેખાતી હતી. (૪)
વળી તે મહાવિકરાલ બિહામણી, બિભત્સ, જાણે સાક્ષાત્ રાક્ષસી ન હોય તેવી તે ની સ્ત્રીને જોઈને તે સમયે રાજા મુનિવરને પૂછે છે. (૫)
કે હે સ્વામીનું ! નિંદાને પાત્ર શરીર છે જેનું, એવી આ સ્ત્રી ઘણાં દુઃખથી રીબાતી હોય તેમ લાગે છે. તો એ સ્ત્રી કોણ છે? એ પ્રમાણે શ્રીધરરાજા આચાર્ય ભગવંતને પૂછી રહ્યા છે. (૬)