________________
S
STS શ્રી અપ્રકારી પૂજાનો રાસ) S TD સોવન મણિમય થંભ, સોપાન સોહામણાં. મહારાજ. ચિહું દિશિ વિવિધ ચિત્રામ, આલેખ્યાં અતિ ઘણાં. મહારાજ. ૩ નિરુપમ નગર નજીક, સુંદર તે દીપતો. મહારાજ. રખ્ય મનોહર દેવ, વિમાનને જીપતો. મહારાજ. શંભે થંભે અચંભ, ઓપે તિહાં પૂતળી. મહારાજ. કરતી નાટારંભ, નમીને લળી લળી. મહારાજ. ૪ તિહાં મંચા અતિમંચ, મંડાવે મનહરુ મહારાજ. અદ્ભુત તિહાં ઉલોચ, બંધાવે નરેસરુ મહારાજ. દેશ અનેકના ભૂપ, મળ્યાં તિહાં મનરળી. મહારાજ. છબીલા છેલ છોગાળ, મોટા જે મહાબળી. મહારાજ. પ " ભૂષણે કરી ઓપ ભૂપ તે, જાણે પુરંદરુ. મહારાજ. નામાંકિત આસન્ન, બેઠાં સોહે સુંદરું. મહારાજ. ચામર ને છત્રે સોય, સભા મેં શોભતા. મહારાજ. એક એકથી અધિકે વાન, રૂપે કરી ઓપતા. મહારાજ. ૬ ખેમપુરી નાથ સુજાણ, આદર દેઈ હવે. મહારાજ સ્નાન મન ભોજન, ભક્તિ કરી સાચવે. મહારાજ. નરપતિનીરખી સનમાન, સહુ હરખિત થયા. મહારાજ. ચિત્રાલંકી દેદાર, જોવા હવે અલક્યા. મહારાજ. સાર સજી શણગાર, સુતા નૃપની સહી. મહારાજ. શિબિકાયે બેઠી તામ, કે વરમાળા ગ્રહી. મહારાજ. પામી નૃપનો આદેશ, લેઈ પ્રતિહારિકા. મહારાજ. વાજતે મંગલદૂર કે, આવી કુમારીકા. મહારાજ. તૂરનો નાદ અખંડ, આકાશે પરવર્યો. મહારાજ. જાણે શબ્દરૂપી દૂત, સૂરલોકે સંચર્યો. મહારાજા સ્વયંવર વરવા કાજ, દેવેન્દ્રને તેડવા. મહારાજ. ઉછળ્યા તૂરના નાદ, આકાશે નવનવા. મહારાજ. ૯