________________
STD
3
| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
(કુંથું જિનેશ્વર જાણજો રે લો - એ દેશી) વળતાં બોલે કેવળી રે લો, પરખી મન અભિપ્રાય રે રાજેસર દેવ સકલમાં દીપતો રે લો, પૂજ્ય પાતક જાય રે રાજેસર૦ ૧ પૂજાથી ફળ પામિયે રે લો, કામિયે જે મનમાંહિ રે રાજેસર અરિહંત દેવને અરચતાં રે લો, પાતિક દૂર પલાય રે રાજેસર૦ ૨ અષ્ટ કરમ અરિને હણી રે લો, પામ્યા કેવલ નાણ રે રાજેસર દોષ અઢાર જેહમાં નહિ રે લો, અનંત ગુણોની ખાણ રે રાજેસર૦ ૩ ચોસઠ ઈંદ્ર ચરણે નમે રે લો, સેવે સૂર નર નાર રે રાજેસર ત્રિભુવન તારણને સહી રે લો, જગગુરુ જગદાધાર રે રાજેસર૦ ૪ જાણે જે સહુ જીવના રે લો, મનતણા પરિણામ રે રાજેસર સર્વદર્શીને શિવગતિ રે લો, સર્વજ્ઞ જેહનું નામ રે રાજેસર૦ ૫ સમજે કાળ સ્વરૂપને રે લો, ભૂત ભવિષ્ય વર્તમાન રે રાજેસર એહવા શ્રી અરિહંતજી રે લો, નિર્મળ જ્ઞાન નિધાન રે રાજેસર૦ ૬ સંદેહ કરી સહુ જીવના રે લો, જગજીવન જન ત્રાણ રે રાજેસર ઈમ અનેક થયા સહી રે લો, પામ્યા પંચમ ઠાણ રે રાજેસર૦ ૭ આગામિક કાળે થશે રે લો, અનંતા ગુણગણા ગેહ રે રાજેસર aષભાદિક વર્તમાનના રે લો, મુગતિગામી તેહ રે રાજેસર૦ ૮ પ્રતિમા તેહની પૂજતાં રે લો, લહિયે વાંછિત લીલ રે રાજેસર મનોરથ મનના ફળે રે લો, પાવન થાયે દિલ રે રાજેસર૦ ૯ પૂજા છે પગથારીઓ રે લો, ઉર્ધ્વગતિનો એહ રે રાજેસર નીચ ગતિ નવિ સંચરે લો, જિનવર પૂજે જેહરે રાજેસર૦ ૧૦ ઉત્તમ એહ છે અર્ગલા રે લો, નરકતણી નિરધાર રે રાજેસર ત્રિવિધ પૂજે તે સહી રે લો, સુખ પામે સંસાર રે રાજેસર૦ ૧૧ ત્રિભુવન કંટકી પાતકી રે લો, રાવણ રાણો જેહ રે રાજેસર પૂજાથી પામ્યો સહી રે લો, તીર્થંકર પદ તેહ રે રાજેસર૦ ૧૨ સત્તર ભેદે શુભ ભાવશું રે લો, રાયપાસેથી માંહી રે રાજેસર સૂર્યાભદેવે પૂજ્યા વળી રે લો, જુગતિ શું જિનરાય રે રાજેસર૦૧૩