________________
S..... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ક
ઢાળ પાંચમી
| દોહા II
બોલે બે કરજોડીને, સ્વામી કહું છું સત્ય; વચન તુમે જે જે કહ્યા, તે મેં કીધાં મહત્ત. ૧ શ્રાવકનો ધર્મ સોહિલો, પણ મુજ ન પળે સ્વામ; સંયમ પણ લેતાં સહી, મુજ મન ન રહે ઠામ. ૨ તે માટે તેહવો કહો, ઉત્તમ કોઈ ઉપાય; સોહિલો જે સાધી શકું, મન પણ રહે મુજ થાય. ૩ લાભ અધિક લહિયે જિણે, જેહવી મારી શક્તિ; અગડ નિયમ વ્રત આદિ કો, કે કોઈ દેવની ભક્તિ. ૪
શ્રી હરિચંદ્ર રાજાની વિનંતી ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલીની ધર્મદેશના સાંભળીને હર્ષિત થયેલ હરિચંદ્ર રાજવી . કેવલી ભગવંતને કરજોડીને વિનંતી કરી રહ્યા છે. હે સ્વામી ! આપે જે વચનો કહ્યા તે સત્ય છે | છે. હું તહત્તિ કરું છું. (૧)
પરંતુ હે પ્રભુ ! શ્રાવકનો ધર્મ સુલભ છે. સોહિલો છે. પણ હું પાળી શકું તેમ નથી. B વળી સંયમ લેવાના મારા ભાવ થતાં નથી. અને લેવા ભાવ કરું તો પણ મારું મન સ્થિર કકી થતું નથી. (૨) . તેથી કરીને હે કરૂણાનિધિ ! મને એવો કોઈ ઉત્તમ ઉપાય બતાવો જે સોહિલો હોય અને હું સાધી શકું અને મારું મન પણ સ્થિર રહી શકે. (૩)
વળી મારી શક્તિ મુજબ હું અધિક લાભ પ્રાપ્ત કરી શકું. અગડ-નિયમ કોઈ વ્રત પચ્ચકખાણ અગર તો કોઈ દેવની ભક્તિ આવો કોઈ ઉપાય બતાવો, જેથી ભાવથી ધર્મ આરાધી શકું અને મારા મનોયોગને વશ કરી શકું. આ રીતે હરિચંદ્ર રાજવી વિજયચંદ્ર કેવલીને વિનંતી કરી રહ્યા છે. (૪)