________________
SિTS STS
શ્રી અમ્બકારી પૂજાનો રાસ વળી હે શ્રોતાજનો ! માનવભવ મોંઘો છે. દશ દૃષ્ટાંત દુર્લભ છે. કદાચ મનુષ્ય જન્મ જીવ પામે તોય તેમાં શ્રાવક કુલ પ્રાપ્ત થવું અત્યંત દુર્લભ છે છતાં જો પૂર્વકૃત પુણ્યના પ્રતાપે માનવ જન્મ મલ્યો શ્રાવક કુલ પણ મલ્યુ પણ જો જીવે કોઈપણ જીવની જયણા ન કરી તો તે દયા વિના પ્રાણીને સમ્યક્ત્વની પ્રાપ્તિ તેના પર શ્રદ્ધા થવી તે પણ દુર્લભ છે. (૧૩, ૧૪) :
તેમજ વળી નિર્મળ બુદ્ધિ, નિરોગી શરીર, સગુરુનો સંયોગ થવો અને સિદ્ધાંતની છે. ની વાતોને તેમજ જિનવાણીને સાંભળવી તેવો યોગ પામવો તે અત્યંત દુર્લભ છે. (૧૫)
કદાચ સૂત્ર સિદ્ધાંત સાંભળવાનો યોગ પ્રાપ્ત થાય તો પણ તે અંતરમાં ઉતરવી દુર્લભ છે વિની છે તેના પર સાચી શ્રદ્ધા થવી તે દુર્લભ છે અને શ્રદ્ધા થાય તો તે કાયાથી આચરણમાં મૂકવું દ આ અતિ દુર્લભ છે. (૧૬)
વળી હે ભવ્યાત્મન્ ! સાચુ સમતિ ધારણ કરી સદ્દગુરુની સેવા કરવી આ પ્રમાણે | શ્રમણોપાસકના એકવીશ ગુણ શાસ્ત્રમાં કહ્યાં છે. (૧૭)
જે સાચો શ્રમણોપાસક છે તે કુગુરુ, કુદેવ, કુધર્મની સાથે મનથી પણ મોહ કે સંગ કરે કી નહિ અને મિથ્યાત્વ બુદ્ધિ દૂર ત્યજી જીવાદિ નવ તત્ત્વોનો જાણકાર બને. (૧૮)
તેમજ વળી બારવ્રતને સમજી શુદ્ધભાવે તેની આરાધના કરે. ચૌદ નિયમને ચિત્તમાં ની ધારી સમાધિપૂર્વક મનથી પાળે. (૧૯)
તે જ સાચો શ્રમણોપાસક કહેવાય કે જેણે બારવ્રત, ચૌદ નિયમ આદિનો માર્ગ ગ્રહણ વિકી કર્યો છે અને અધિક તો તે કહેવાય કે જે ચારિત્ર રસને ચાખે છે યાને ચારિત્ર ધર્મને ગ્રહણ Sી કરવાની તાલાવેલી રાખે છે. (૨૦)
વળી પરમાત્માએ બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે તેમાં પ્રથમ સર્વવિરતી ધર્મ અને બીજો આ દેશવિરત ધર્મ કહ્યો છે. ત્રિભુવનમાં આ બે ધર્મની સમાન ત્રીજો કોઈ ધર્મ નથી ! માટે હે મિ શ્રોતાજનો ! સંસારનું સ્વરૂપ જાણી ઓળખી માનવ જન્મને નિષ્ફળ ન બનાવતા વ્રત |
પચ્ચખાણ તથા તપ - જપ - ધ્યાન સંયમાદિ યોગોને સાધી ધર્મધ્યાન દ્વારા કટુઆ સંસારથી મુક્તિ મેળવવા ઉદ્યમવંત બનો !
આ પ્રમાણેની શ્રી વિજયચંદ્ર કેવલીની ધર્મદેશના સાંભળી કેટલાય ભવ્યજીવો ધર્મનો | લાહો લેવા યથાશક્તિ વ્રત-નિયમ લઈ મુનિ ભગવંતોને વંદન કરી પોત પોતાને મંદિરે પાછા વળ્યા. (૨૨)
આ પ્રમાણે ભવભ્રમણને અટકાવવા ધર્મધ્યાનમાં ઉદ્યમવંત બનવાની ચેતવણી આપતી ચોથી ઢાળ ઉદયરત્નવિજયજી મહારાજે પૂર્ણ કરી અને હવે આગળ વધીયે, હરિચંદ્ર રાજા પોતાના પિતામુનિ એવા કેવલી ભગવંતને બે કરજોડી કંઈક વિનંતી કરીને કહી રહ્યા છે. તે શું કહી રહ્યા છે ? તે આગળ જોઈએ.