________________
S
?
"
STATUS | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ધૂપ પૂજાશું પ્રેમ ધરીને, જે પૂજે જિનરાય સૂરનર કિન્નર ભૂપ પૂરંદર, પૂજે તેના પાય. ૯ ભાવભેદ જુગતે જિનવરની, પ્રતિમા પૂજે જેહ; જગતીમાં તે મહાસ પામે, પૂજનીક હુએ તેહ. ૧૦ પૂરવ કર્મને પાછા ઠેલી, પામે પરમ કલ્યાણ; પ્રશંસનીક થાયે પૂજાથી, સૂરનર માને આણ. ૧૧ ઈત્યાદિક ઉપદેશ સુણીને, વિનયંધર મન વેવ્યું; અરચાનો અધિકાર તે જાણી, ભગવંત શું ચિત્ત ભેધું. ૧૨ એક દિવસની પૂજા ન થાયે, પરવશ હું પરવાસી; ધરમ વિના ધિમ્ એ જનમારો, ઈમ ચિત્તે ઉદાસી. ૧૩ નિત્યે ધૂપ સુગંધી નિરમાલ, જે પૂજે જિનબિંબ ધન્ય પુરુષ તે પ્રાણી પામે, અવિચલ પદ અવિલંબ. ૧૪ મંદિર પહોંતો તે મુનિવરના, વિનયંધર પાય વંદી; ઈણે અવસર આવી ભેટ, સારથવાહને સુગંધી. ૧૫ ધૂપપૂડો એક ભેટ ધરીને, કાજ કરીને વળિયો; પૂડો તે છોડતા પરિમલ, સુગંધ ઘણું ઉછળિયો. ૧૬ સભા સર્વને વહેંચી આપ્યો, સારથપતિ ઉચ્છાહિ; વિનચંધર તે વસ્તુ લહીને, હરખ્યો હિયડાં માંહિ. ૧૦ ચંડી આદિ દેવને ચરણે, ધૂપ જઈ સહુ ધુપે; વિવેક ધરી વિનયંધર પહંતો, જિનમંદિર મનચૂંપે. ૧૮ સંધ્યા સમે કર-ચરણ પખાલી, મુખકોશ કીધો રંગ;
ઓગણીશમી એ ઢાળ પ્રકાશી, ઉદયરતન ઉમંગે. ૧૯ ભાવાર્થ : ત્યારબાદ સાર્થવાહે તે બાળક પોતાની પ્રિયતમાને સોંપ્યો અને તેનું . વિનયંધર નામ રાખી, રંગથી આનંદથી પુત્રની જેમ પ્રેમપૂર્વક પાલન કરે છે. (૧)
સાર્થપતિ સાથે લઈને પંથે ચાલવા લાગ્યો અને ચાલતો એવો તે કુશલપૂર્વક કંચનપુર અને નગરે પહોંચ્યો અને પોતાના આવાસે ઉતર્યો. (૨)