________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ એકત્રીસમી
|| દોહા ||
પૂરણ દિવસે પોપટી, પ્રસવ્યા ઈંડા દોય; માળે મનમોર્દ કરી, સેવે તેહને સોય. ૧ તેહની શોક્યે તિણ સમે, તે આંબે સુવિવેક; નિજ નીડે મનરંગશું, પ્રસવ્યું ઈંડુ એક. ૨ એક દિન અલગી તે ગઈ, કિરી ચૂણને કામ; વાંસે વડી સૂડી હવે, તે ઈંડુ હરે તામ. ૩ મારે મુસે છલબલે, કમટે કરે કુહાલ; સુરનર પંખી જાતિમાં, શોક્ય સમું નહિ સાલ. ૪ ચારો કરી લઘુ પોપટી, માળે આવી જામ; નિજ ઈંડુ દીઠું નહિ, ધરણીતલ પડી તામ. ૫ તેહને દેખી વિલપતી, પામી પશ્ચાતાપ; વડી વિચારે ચિત્તમાં, કિહાં છૂટીશ એ પાપ. ૬ તે ઈંડુ ઈમ ચિંતીને, માલે મેલ્યું તેમ; ગુપ્તપણે પ્રચ્છન્ન ગતિ, શૂકી ન જાણે જેમ. ૭ લઘુ સૂડી ભૂ લોટીને, ફરી માળો જુએ જામ; ઈંડુ તે અવલોકીને, મહાસુખ પામી તામ. ૮ દુ:ખદાયક વડી સૂડીએ, બાંધ્યો કર્મનો બંધ; એક ભવને અંતરે, આગળ કરશે ધંધ. ૯
ભાવાર્થ : શુકયુગલ રાજાની મહેર પામ્યા બાદ માળે આવ્યા અને પોપટીએ બે ઈંડાને પ્રસવ્યા ત્યારબાદ મનનાં આનંદ સાથે તેહનું સેવન કરે છે. (૧)
અને તે પોપટીની શોધ્યે પણ તે આંબાને વિષે પોતાના માળામાં મનરંગથી એક ઈંડુ પ્રસવ્યું. (૨)
કોઈ એક વખત પહેલી કીરી ચૂણ લેવા માટે માળાને છોડીને દૂર ગઈ. તે વખતે મોટી સૂડીએ નાની સૂડીનું ઈંડુ હરણ કરી લીધું. (૩)
૧૭૬