________________
SSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ત્યાર પછી રાજાએ “શાલિપાલને (રક્ષક) કહ્યું કે શાલિના ક્ષેત્રમાંથી આ શુકયુગલને હંમેશા તંદુલ એક દ્રોણના માપથી ઉત્સાહપૂર્વક આપજો. (૧૬)
આ પ્રમાણે રાજાની મહેર પામીને તે શુક્યુગલ અવિલંબપણે ગગનપંથે ઉડીને જ્યાં ક્રિ પોતાનો આંબાડાળે વાસ હતો ત્યાં આવ્યાં. (૧૭)
અને હવે તે હરિચંદ્ર રાજન્ સાંભળ. તે કીરયુગલ ત્યાં સુખ સમાધિથી રહે છે. એમ ઉદયરત્નવિજયજી મહારાજ કહે છે. તે શ્રોતાજનો ! આ ત્રીસમી ઢાળ પૂર્ણ થઈ. પંખિણી મહાસુખને પામી અને હવે આગળ અધિક રસસ્પદ વાત તમે સૌ ઉજમાલ થઈને સાંભળો. (૧૮, ૧૯)