________________
SHREE. શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. ઢાળ ત્રેસઠમી
| દોહા ! બાંગડ બોલી બંભણી, કોપે ચડી અસરાળ; વળી વળી વહુઅરને દિયે, હાથ ઉલાળી ગાળ. ૧ ધિ ધિગ તાહરા વંશને, તુજને પણ ધિક્કાર; ધિમ્ ધિમ્ તુજ માવિત્રને, વિગુ તારો અવતાર. ૨ પિતર પણ તરપ્યા નથી, હુતાશને હોમ ન કીધ; હજુ અતિથિ પૂજન નવિ કર્યું, વિપ્રને દાન ન દીધ. ૩ કિમ સ્થાપ્યો જળકુંભ તેં, આગળથી જિનધામ; સાન વિહુણી શંખણી, એ કિમ કર્યો અકામ. ૪ જા રે જા તું પાપણી, કિમ ઉભી આ ડાય;
માહરે ઉબર જ ચડે, તો હું ભાંગુ પાય. ૫ ભાવાર્થ : અત્યંત ક્રોધે ભરાયેલી સોમા બ્રાહ્મણી જેમ આવે તેમ બોલવા લાગી વળી સોમશ્રી (પુત્રવધૂ)ને હાથ ઉછાળીને ખરાબ ગાળો બોલવા લાગી. (૧)
અને કહેવા લાગી કે, તારાવંશને, તારા જન્મને, તને અને તારા માતા-પિતાને પણ ધિક્કાર હો ! ધિક્કાર હો ! કે, (૨)
હજુ અગ્નિને વિષે હોમ કર્યા નથી, પિતૃને શ્રાદ્ધ પણ આપ્યું નથી અને મહેમાનોનું - સત્કાર – પૂજન પણ કર્યું નથી ! તેમજ બ્રાહ્મણોને હજુ દાન પણ આપ્યું નથી ! (૩)
અને જિનાલયે પાણીનો ઘડો શા માટે મૂક્યો ! હે બુદ્ધિ વિનાની શંખણી ! આવું ન 2 અકાર્ય તે શા માટે કર્યું? (૪)
હે પાપીષ્ઠ! તું અહિંથી ચાલી જા, આ મારા સ્થાનમાં કેમ ઉભી છું? જા, જા, જો મારા $ ઉંબરામાં (આંગણામાં) આવી છે તો સમજી લે જે તારાં પગ ભાંગી નાંખીશ? (૫)
(રાગ કેદારો નવો વેષ રચે તેણી વેળા એ દેશી) સાસુની ઈમ સુણીને વાણી, સોમશ્રી મનમાંહિ વિલખાણી; વળી તે અબળા ઈમ વિમાસે, ધિગુ પડો મુજ એ ઘરવાસે. ૧