SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ૬ એક જળકુંભને કાજે એ સાસુ, આંખે પડાવે મુજને આંસુ; આજ તો ઘરમાં એહનો ચારો, ફિહારેક હોશે માહરો વારો. ઈમ ચિંતીને રોવે તે બાલા, હૈયામાંહી લાગી દુઃખજ્વાળા; નયણે નાખે નીરની ધાર, જાણે તૂટ્યો મોતીનો હાર. ઘર બારે કરમાં લેઈ લાઠી, કોપાતુર બેઠી એ કાઠી; વાઘણશી દીસે વિરૂઈ, હળાહળ વિષથી એ કડુઈ. ૪ ઘટ વિણ ઘરમાં પેસણ ન દીયે, સા ચતુરા ઈમ ચિંતે હૈયે; ચીર વડે તે આંસુ લોહતી, કુંભકારને મંદિર પોહતી. આંખે આંસુધારા ઝરતી, ગદ્ગદ્ સ્વરે રૂદન કરતી; પ્રજાપતિને કહે તે જાઈ, કરનું કંકણ રાખ તું ભાઈ. એક ઘડો સહી આપ તું મુજને, શિર નામીને કહું છું તુજને; સાર ગરજ તું મારી ઈણવાર, માનીશ હું તાહરો ઉપગાર. પ્રજાપતિ તવ તેહને પૂછે, કહે બહેન તુજને દુઃખ શું છે; રૂદન કરતી કિમ ઘટ માગે, કહે તાહરું દુઃખ મુજ આગે. પુરથી માંડી નિજ વિરતંત, તેણીયે ભાખ્યો તિહાં તંત; તે નિસુણીને કહે કુંભકાર, ધન્ય બહેન તાહરો અવતાર. જિનગેહે જે જળઘટ દીધો, નરભવનો તે લાહો લીધો; શિવસુખનું એ બીજ તેં વાવ્યું, દુરગતિ દુઃખ દૂર ગમાવ્યું. ૧૦ ઈમ અનુમોદન કરી કુંભારે, શુભફલ કર્મ બાંધ્યું તેણી વારે; સુકૃતને અનુમોદે જેહ, ભવસાગર તરે વહેલાં તેહ. ૧૧ પ્રજાપતિ કહે સુણ તું બહેની, મ કરીશ મનમાં ચિંતા એહની; ઘટ જોઈએ તે લે તું બાઈ, તુજ સાસુને આપ તું જાઈ. ૧૨ તું મુજ ધર્મની ભગિની થઈ, હું તુજ ધર્મનો બંધવ સહી; તો શું કંકણ લેઉં તુજ પાસે, ઈમ કુંભકાર પ્રકાશે ઉલ્લાસે. ૧૩ એહવા બોલ સુણી સુરસાળા, ઘટ લેઈ તિહાથી વળી બાળા; નિર્મળ નીરે ભરી સસનેહ, સાસુને જઈ આપે તેહ. ૧૪ ૩૪૪ - ૨ 3 ૫ 6 . C
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy