________________
S
S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) એક ઘડી આધી ઘડી પાણી વિના જેમ વલોપાત થાય તેમ તારા વિના જીવવાથી મને ! કરી ચૂક આવે છે. અર્થાત્ હું તારા વિના હવે જીવી શકું તેમ નથી. (૯)
હવે પૃથ્વીપતિ શ્રીકાંત' ના આદેશથી ઘણાં વૈદ્યો આવ્યાં. મંત્રવાદીઓ પણ ઘણાં જ ભેગાં થયાં અને અનેક ઉપચાર કર્યા. (૧૦)
તો પણ “શ્રીદેવી’ નવી ચેતના પામી નહિ. અર્થાત્ સ્વસ્થ થઈ નહિ. તેથી સચિવ રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન્ ! સાંભળો જો ક્રોડો ઉપાય કરીયે તો પણ મરેલું મડદું ફરી જીવંત થતું નથી. તેમ શ્રીદેવી રાણી જરા પણ સ્વસ્થ થયા નથી. તેથી લાગે છે કદાચ પરલોકગામી બન્યા હોય ! (૧૧)
તેથી હવે મનથી ધીરતા મૂકો નહિ. ધીરજને ધારણ કરો ! રડવાથી કંઈ રાજય પ્રાપ્ત થતું નથી. તે સાંભળીને રાજા કહેવા લાગ્યો કે, આજ હું રાણી સાથે મરીશ ! તેના વિના | હું જીવી શકીશ નહિ. (૧૨)
ત્યારે પગે લાગીને નગરલોક તથા પ્રધાન વિગેરે કહેવા લાગ્યાં કે હે સ્વામી ! આપ જે વાત કરો છો તે યોગ્ય નથી ! રાણી ખાતર મૃત્યુ આપે વ્હોરાય નહિ ! ત્યારે વળતું રાજા Sી કહેવા લાગ્યો કે (૧૩)
હે પ્રજાજન ! સાંભળો. હું શ્રીદેવીનો વિરહ એક ક્ષણ પણ સહી શકું તેમ નથી. આ | પ્રેમનો એક પંથ છે. એમ કહીને “શ્રીકાંતરાજાએ' હવે ચંદન કાષ્ઠ ભરાવીને (૧૪)
શ્રીદેવીની સાથે મૃત્યુ વ્હોરવા માટે વાજિંત્રોના નાદ સાથે “શ્રીકાંત' રાજા સ્મશાને આવ્યા. (૧૫)
નગરલોકો નરનારીના વૃંદ ત્યાં આવ્યા અને નિશાસા મૂકતાં ઊંચે સ્વરે મહા આકંદ કરવા લાગ્યાં. (૧૬)
વાજિંત્રો અને રૂદનના અવાજથી ભૂમંડલ અને ગગનમંડલને વિષે પ્રચંડ નાદ સર્વત્ર | પ્રસરી રહ્યો છે. (૧૭)
ત્યારે ચંદનકાષ્ટની ચિતા વેગથી વિરચાવે છે અને નરપતિને નારી સાથે કેટલામાં ચિતાને વિષે આરોહે છે તેટલામાં (૧૮)
અંગ તણી આળસ છોડીને હે શ્રોતાજનો ! હવે શું થયું તે સાંભળજો. એમ ઓગણત્રીસમી ઢાળમાં કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ફરમાવી રહ્યા છે. (૧૯)