________________
. . . . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
| હે અંતરયામી ! હે અલવેસર ! સાંભળ આવા રાગ સહિતના પાંચ ચોરો આત્મઘરમાં Bી પેસારો કરશે અને તારું સગુણ રૂપી ધન લૂંટી લેશે અને તે ધન લૂંટાતા તું બરબાદ થઈ સી જઈશ અને દુર્ગતિનું ભાતુ બાંધીશ માટે તેની સંગતિ છોડી દો. (૯)
અને તું સાવધાન બની નિદ્રા - પ્રમાદને છોડી દે અને કર્મતાંડવને અને કર્મની શિરજોરીને દિન નજરે નિહાળી ઉપર કહેલ આંતર શત્રુ રૂપ દુશ્મનોના માથે ચોટ મારી તેને ભગાડી તારા આત્માને ઉજ્જવળ બનાવ. (૧૦)
વળી મનરૂપી મહેતાની સાથે સંબંધ બાંધીને તું શા માટે તેની પાછળ મગ્ન થાય છે. તું Eી તેનો વિશ્વાસ કરીશ નહિ. તે તને ખરાબ કરી બંદીખાને નંખાવશે. (૧૧) આ માટે મન મહેતાનો વિશ્વાસ છોડીને લેખ તું સંભાળી લેજે નહિ તો તે લંપટ ઘણાં લોચાવાળી તને મોહપાશમાં નાંખશે. (૧૨)
વળી હે આતમરાજ ! તને ઘણું શું કહીએ ! તું પોતે જાણકાર છે. આળસ પ્રમાદની નિંદમાંથી જાગૃત થઈને જ્ઞાનદષ્ટિથી તપાસી જો કે તારા પર કર્મસત્તાએ કેવું જોર જમાવ્યું છે છે ! તે જોઈ જ્ઞાનદષ્ટિ ખોલી આત્માને ઓળખ અને ધર્મસત્તાના શરણે જા કે જેથી તું , શિવસ્થાનને પામે. (૧૩)
વળી હે આત્મન્ ! ક્ષમારૂપી ખડ્ઝ હાથધરીને શીલરૂપી શણગાર સજીને અગર શીલરૂપી વસ્ત્રો ધારણ કરીને સત્તરભેદે સંયમ સ્વીકારીને અંતરવૈરીને હણી નાંખ આમ શગુના મૂલનું ઉમૂલન કરી આઠ કર્મનો અંત કર જેથી મોક્ષરૂપી પાંચમીગતિને પ્રાપ્ત કરી શકે. (૧૪, ૧૫)
એ પ્રમાણે આત્મસ્વરૂપ વિલોકતાં સમતા રસમાં ઝીલતા પ્રેમધરી પંચમહાવ્રતને પાળતાં Eી દુર્ગતિના દંદને ટાળતાં સંવેગરસમાં ઝીલતાં, સૂઝતો આહાર ગ્રહણ કરતા સાધુને યોગ્ય
દશવિધ યતિધર્મનું દુષણરહિત પાલન કરતા, એકપણ આચારને નહિ ચૂકતા, શુદ્ધભાવે ડી સંયમ સાધના કરતા. બાર વર્ષના અંતે સર્વઘાતકર્મ ખપાવી વિજયચંદ્ર રાજર્ષિ કેવલજ્ઞાન કરી અને કેવલદર્શન પામ્યાં અને એ પ્રમાણે ભવભ્રમણની ભ્રાંતિને તોડી નાંખી. (૧૬, ૧૭, ૧૮) કત
હવે કેવલજ્ઞાની મુનિનો ઓચ્છવ કરવા વાણવંતર દેવો આવ્યા અને કેવલી ભગવંતને સુવર્ણ કમલ પર બેસાડી કરજોડી તેમની સેવા કરવા લાગ્યા. (૧૯)
ત્યારબાદ વિજયચંદ્ર રાજર્ષિ ઘણાં પરિવારે પરિવર્યા છતાં પૃથ્વીતલને પાવન કરતાં કરૂણાના ભંડાર એવા કેવલી મુનિ કુસુમપુરે પધાર્યા. (૨૦)