________________
કે
SAN શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ છે
વિજયચંદ્ર રાજા મુનિવરનાં ચરણ-કમલમાં નમસ્કાર કરી પાંચમહાવ્રતની યાચના કરે | છે. ત્યારે મુનિભગવંત પણ રાજાનો અડગ નિશ્ચય જોઈ ક્ષણનોય વિલંબ કર્યા વગર પ્રેમધરીને પંચમહાવ્રત ઉચ્ચરાવે છે. (૫).
કેવલી ભગવંત પ્રેમપૂર્વક પંચમહાવ્રત ઉચ્ચરાવે છે અને સંયમજીવનનું દાન કરે છે. ત્યારબાદ વિજયચંદ્ર રાજર્ષિનો પુત્રાદિ પરિવાર કેવલી ભગવંત આદિ અણગાર સમુદાયને ની તથા નૂતન પિતા મુનિને વાંદીને પોતાના નગરમાં પાછો ફરે છે. (૬) - હવે કેવલી ભગવંત, વિજયચંદ્ર રાજર્ષિ આદિ પરિવાર સહિત વિહાર કરે છે અને વિજયચંદ્ર રાજર્ષિ પણ સુંદર રીતે સૂત્ર અર્થ આદિ તત્ત્વાદિ વિચારનો અનુક્રમે સારો એવો અભ્યાસ કરતા પૃથ્વીતલને પાવન કરતા વિચરી રહ્યા છે. (૭)
(રાગ : લાવજો લાવજો રાજ, માહરી નઘનું મોતી) ભોળા પ્રાણીડા ! વૈરીને વશ કરજે આરત રોદ્ર ધ્યાન તજીને ધરમનું ધ્યાન તું ધરજે. ભોળા- ૧ અનાદિ ભવમાંહિ ભમતાં દોહિલી વળી વળી દિકખું વિજયચંદ્ર મુનિવર વૈરાગી આતમને દીયે શિફખ. ભોળા. ૨ પંચ મહાવ્રત સૂધાં પાળે દૂષણ દૂર ટાળે; સદ્ગુરુ પાસે સંજમ લેઈ આતમને અજવાળે. ભોળા૦ ૩ મોહ મહાભટ સુભટ શિરોમણિ અને વળીમદ આઠ; ધર્મ સંદરાને દ્વેષ ધરીને, વચમાં પાડે વાટ. ભોળા૦ ૪ આઠ કર્મમાંહિ અધિકારી મોહની કર્મ કહેવાય; સાગરોપમ સિત્તેર કોડાકોડી સ્થિતિ જેહની થિર થાય. ભોળા. ૫ સ્વર્ગ મૃત્યુ પાતાલે તે સઘલે કેહની કેડ ન મૂકે મોહ તણી ભડવાઈ મનથી ચારિત્રવંત ન ચૂકે. ભોળા ૬ ક્રોધાદિક કષાય જે કઠુઆ અરિયણ આતમ કેરા; પ્રત્યક્ષ તેહ તણે વશ પ્રાણી ફિરે ચિહું ગતિના ફેરા. ભોળા છે મિત્રપણે મિલે તે મનશું પણ તે શત્રુ પ્રીછો; તેહ તણી સંગતિ તમે તજ્જો ઉત્તમ ગતિ જો ઈચ્છો. ભોળા. ૮ પાંચ ચોર પેસારો કરીને; તે તાહરું ધન લૂટે; અંતરજામિ! સુણ અલવેસર ! ખરાબ થાઈશ ધન ખૂટે. ભોળા. ૯