________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વદને ચુંબે વળી વળી, જિમ વત્સને ચાટે ગાય રે; હાંજી ધન્યવેળા ધન્ય એ ઘડી, વિસ્મિત ચિંતે મનમાંહી રે. મન૦ ૮ હાંજી બાળપણે હુલરાવીને, ખોળામાંહી ઘરી તું દાર રે; જેણે તુજને ધવરાવીયો, ધન્ય ધન્ય તેહનો અવતાર રે. મન૦ ૯ ધિક્ ધિક્ સહી મુજ અવતારને, હું પામી પુત્ર વિયોગ રે;
મેં હરખે ન ગાયું હાલવું, પૂરવ ભવ પાપને ભોગ રે.મન૦ ૧૦ હવે કોઈક પુણ્ય કલ્લોલથી, મુજને આવી તું મળીયો રે; સહી દુઃખ સર્વે દૂરે ટળ્યાં, આજથી મુજ દહાડો વળીયો રે. મન૦ ૧૧
સુખ ને દુઃખ સરજ્યાં પામીયે, માતાજી સુણો મનરંગ રે; હાંજી જેણે સમે જેહવું લખ્યું, ભોગવીયે તે નિજ અંગ રે.મન૦ ૧૨ કરતા હરતા એક કરમ છે, બાકી બલ નથી કેહનું રે; વળી લિખીત હુવે તે પામીયે, શું દુઃખ ધરીયે મન તેહનું રે, મન૦ ૧૩
હાંજી સ્વજન કુટુંબ મેલો મલીયો, મળ્યાં માત-પિતાને ભાઈ રે; થયાં ઘર-ઘર રંગ વધામણાં, સુખ પામી સહુ લોકાઈ રે.મન૦ ૧૪ હવે મહીપતિ મનમાં ચિંતવે, ધિક્ ધિક્ સંસાર અસાર રે; જોતાં સહી જગતી મંડલે, કોઈ થિર ન રહ્યો નિરધાર રે.
મન મોહ્યું મારું સંજમે.મન૦ ૧૫ નરપતિ કહે કમલકુમારને, તું સાંભળ પુત્ર સોભાગી રે; એ રાજ્ય લીઓ તુમે માહરું, હવે હું તો થયો વૈરાગી રે.મન૦ ૧૬ ધિક્કાર પડો એ રાજ્યને, જેહથી એહવી મતિ જાગી રે; પુત્ર પોતાનો પાટવી, વનમાં છાંડ્યો વડભાગી રે.મન૦ ૧૭ મેં રાજ્યને લોભે રણે ચઢી, લોહીની નીક ચલાવી રે; હવે હા હા કહો કેમ છૂટશું, સુતને કહે સમજાવી રે.મન૦ ૧૮ જગ અનરથકારી એ ઘણું, વળી અમલ તણે અવસાને રે; નરકાદિકમાં દુઃખ પામીયે, ઈમ ભાંખ્યું છે ભગવાને રે.મન૦ ૧૯ તે માટે તુમે આપે કરો, એ પોતનપુરનું રાજ રે; હું સંયમ લેઈ આજથી, હવે સારીશ આતમકાજ રે.મન૦ ૨૦
૧૩૭