________________
SSC શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
) , ઢાળ ઓગણીશમી
| | દોહા // પાય પ્રણમી પંથી ભણે, સુબંધુ તું બંધુ સમાન; બંધથી બેને છોડાવ્યા, દીવું જીવિતદાન. ૧ સારથપતિ પંથી પ્રત્યે, પૂછે એમ પ્રબંધ; કુણ બાલક એ કુણ તું, શ્યો એહ શું સંબંધ. ૨ પંથી કહે પ્રભુજી સુણો, દારિદ્રી હું દીન; દેશાંતર પંથે ચલ્યો, દુઃખીયો સંબલહીન. ૩ એ વનમાં આવ્યો જિસે, વૃષિત થયો ગતિભંગ; પાત્ર વિના પ્રભુ ફૂપમાં, પડતું મેલ્યુ રંગ. ૪ વ્યોમથી પડતો વીજશ્યો, દીઠો એ મેં હાર; કૂપોદર પડતો કરી, મેં ઝીલ્યો તેણી વાર. ૫ અરથ વિના અસમર્થ છું, શિશુ પાલું શી રીતિ; તે માટે બાલક તુમે, પ્રભુ લિયો ધરી પ્રીતિ. ૬ સારથપતિ રાખ્યો તાદા, આપી આથ અનંત;
પંથી પંથે પરિવયોં, હૈયે હરખ ધરંત. ૭ ભાવાર્થ સુબંધુ સાર્થપતિએ મુસાફર અને બાળકને કૂવામાંથી બહાર કઢાવ્યા બાદ Bી પંથી ‘સુબંધુને પ્રણમી કહેવા લાગ્યો કે હે “સુબંધુ' સાર્થવાહ ! મારા બંધુ સમાન છે.
તમે અમને બંનેને બંધમાંથી છોડાવ્યા છે અને જીવિતદાન આપ્યું છે. તમારો ઉપકાર Eા કદાપિ ભૂલાય તેમ નથી. (૧)
ત્યારે સુબંધુ સાર્થવાહ પણ તે પંથીને પૂછે છે કે, હે મુસાફર ! આ બાળક કોણ છે ? અને તું કોણ છે? આ બાળક સાથે તારે શું સંબંધ છે ? (૨)
ત્યારે પંથી સાર્થવાહ પ્રત્યે કહેવા લાગ્યો કે, હે પ્રભુ! સાંભળો હું દીન છું, દરિદ્રી છું, હું Rી દેશાંતર ધન મેળવવા રસ્તે ચાલ્યો છું પણ દુઃખીયા એવા મારી પાસે શંબલ પણ નથી. (૩)
ચાલતો ચાલતો હું જેટલામાં આ વનમાં આવ્યો તેટલામાં હું તૃષિત થયો. મારી ચાલવાની ગતિ ભાંગી ગઈ. એક ડગલું પણ ચાલી શકતો ન હતો. તેથી પાણીની તપાસ