________________
૩
SM VS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
- ઢાળ બાસઠમી
|| દોહા સોરઠી નિત્યે જે નરનારી, ગણકાલ વિવિધ કરી; પામે તે ભવપાર, જે પૂજે જિનરાજને. ૧ ઉત્તમ એહ ઉપાય, મુક્તિવધૂ મળવા તણો; પૂજ જિનવર પાય, ભવિક મન ભાવે કરી. ૨ જતાં ન મલે જેડી, સુખદાયક સંસારમાં; કીજે મનને ક્રોડ, જિનપૂજા જયકારિણી. ૩ આરજ કુલ અવતાર, પામીને પ્રેમે સદા; ભરવા પુણ્ય ભંડાર, પૂજો જિન પૂરે મને. ૪ દેવ ઘણાએ દીઠઅરિહંત સમ એકે નહિ; ભાવેશ ભૂપીઠ, ઓળખીને તમે અરજો. ૫ જુગતિશુ જળકુંભ, જિન આગે ટોવે ક્રિકે; ઉત્તમ એક અચંભ, સુખ પામે સહી શાશ્વતાં. ૬ જલપૂજાથી જેમ, સુખ પામી વાડવા સુતા;
સુણ હરિચંદ્ર સુપ્રેમ, ધુરથી કહુ દૃષ્ટાંત તે. ૭ ભાવાર્થ : ગ્રંથકર્તા કવિ ઉદયરત્નવિજયજી મહારાજ બાસઠમી ઢાળમાં અષ્ટપ્રકારી પૂજાના મહાપ્રભાવ પર પ્રકાશ પાડતાં ફરમાવી રહ્યા છે કે, હે ભવ્યજનો ! વિતરાગ પરમાત્માની મન-વચન-કાયાના ત્રિવિધ યોગે જે નર-નારી રાણકાલ (સવાર-બપોરસાંજ) હંમેશા ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે તે સ્ત્રી-પુરુષ ભવસમુદ્રને તરી જાય છે. ખરેખર કે પરમાત્માની પૂજા ભવસમુદ્ર તરવામાં નૌકા સમાન છે. (૧)
વળી જે જીવને શિવપટ્ટરાણીને મળવાની ઈચ્છા થાય છે તેને મળવાનો શ્રેષ્ઠ પ્રયત્ન એ છે કે તે ભવ્ય જીવોએ મનનાં શુદ્ધ ભાવપૂર્વક પરમાત્માના ચરણકમલની દ્રવ્ય અને ભાવથી પૂજા કરવી જોઈએ. (૨) કવિ ઉદયરત્નવિજયજી મહારાજ સઝાયમાં કહે છે.
“પૂજા છે મુક્તિનો પંથ, નિત્ય નિત્ય ભાખે એમ ભગવંત; જે પૂજે જિનવર બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ.”