________________
ક
રી | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
૩ | અષ્ટપ્રકારી પૂજાનું અનુષ્ઠાન તે શિવપુર જવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. એમ જિનેશ્વર દરી ભગવંત પોતાની દેશના દ્વારા ફરમાવી રહ્યા છે. જે પરમાત્માની પ્રતિમાની પૂજા કરે છે તે જ - વિના વિલંબે શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે. કરી વળી સંસાર ચક્રમાં જોતાં સુખ આપનાર જિનેશ્વરદેવની કરેલી પૂજા છે તે સિવાય કે આ તેની સરખામણી થાય તેવું કોઈ અનુષ્ઠાન નથી. માટે મનના ઉમંગથી જય અને વિજયને કે ની પ્રાપ્ત કરાવનારી પરમાત્માની પૂજા કરો ! (૩)
વિવેચન : જો કે જૈનશાસનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી કે જે ભવસમુદ્ર પાર ન ઉતારી ન શકે ? અર્થાત્ જીવનમાં આરાધલ નાનામાં નાનું અનુષ્ઠાન પણ મોક્ષના ફળને કરી આપનારું બને છે. અહિં પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાનું મહત્ત્વ સમજાવવા તેનું વર્ણન ચાલતું હોવાથી અહિં એમ કહેવામાં આવ્યું છે કે જિનેશ્વર દેવની પૂજાની કોઈ જોડ મળતી નથી.
હે ભવ્યજનો ! પૂર્વકૃત પુણ્યનાં પ્રભાવે તમે આર્યકુલમાં જન્મ પામ્યા છો અને હવે તે બીજા ભવમાં જવા માટે પુણ્યભંડાર ભરવો છે. તે પ્રેમપૂર્વક હંમેશા મન-વચન-કાયાથી વિતરાગ પરમાત્માની પૂજા કરો. (૪)
વળી પૃથ્વીતલમાં અનેક દેવો છે પરંતુ અરિહંત પરમાત્મા સમાન એક પણ દેવ નથી. છે તેથી પૃથ્વીતલને વિષે રહેલા અરિહંત પરમાત્માને ઓળખીને ભાવપૂર્વક તમે દેવાધિદેવની પૂજા કરજો. (૫)
વિવેચન : આ પૃથ્વીતલને વિષે અસંખ્ય દેવો છે અને દેવીઓ પણ છે. કંઈક આત્માઓ દ તે દેવ-દેવીને પરમાત્મ બુદ્ધિથી પૂજે છે. માને છે. પરંતુ સાચા અર્થમાં તે દેવ નથી કે જે ની પોતે પણ ભવચક્રમાં ભમે છે અને બીજાને ભમાવે છે. જો પોતે રાગ-દ્વેષથી ભરેલા છે તો
બીજાને રાગ-દ્વેષ વિનાનું જીવન જીવવું એમ ઉપદેશ ક્યાંથી આપી શકે ? જે પોતે મોહજાળમાં | | મગ્ન હોય તે બીજાના મોહની જાળ કેવી રીતે છેદી શકે ? જે દેવ-દેવીએ પોતે પણ હજું
સમ્યકત્વનું શિર્ષક પ્રાપ્ત કર્યું નથી તે દેવ-દેવીના દર્શનથી તમને શું સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે | ની ખરી ? ના. માટે જ જ્ઞાની પુરુષો કહે છે જેમણે અઢાર દોષોને દૂર કર્યા છે. રાગ-દ્વેષ રૂપી શત્રુ પર વિજય મેળવ્યો છે, જેઓ બારગુણે કરી યુક્ત છે. જેઓ અષ્ટપ્રાતિહાર્ય સહિત સમવસરણમાં ચઉમુખે દેશના આપી રહ્યા છે. તે અરિહંત પરમાત્મા સમાન જગતમાં કોઈ દેવ દેવી આવી શકતા નથી અને એટલા માટે જ કહ્યું છે કે –
“મુજ હૃદયમાં એક બિરાજે, દેવ તરીકે શ્રી અરિહંત, ગુરુ તરીકે એક બિરાજે, જે આ જગમાં છે નિગ્રંથ, ધર્મ તરીકે એક બિરાજે, જે તે બતાવ્યો શ્રી અરિહંત, ત્રણને છોડી શીશ ઝૂકે ના, આશિષ દે હું થાઉં અરિહંત'
२.२२