SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ [ OST શ્રી અમ્રકારી પૂજાનો રસ | (અનુમતિ રે દીધી માયે રોવતાં - એ દેશી) પ્રવહણ રૂપ કરંડિયો, સહકાર ફળે ભરી તામ; જાણે શોકસમુદ્રથી તારવા, લેઈ દેવ આવ્યો તે ઠામ. ફળ જોજો જી ફળપૂજા તણાં. ૧ મહિપતિને ચરણે મૂકિયો, સારથપતિ ફળનો કરંડ; મનમાંહિ હરખ્યો ભૂઘણી, ફળ અવલોકી અખંડ. ફળ૦ ૨ સારથપતિને આદર કરી, તવ પૂછે સુર મહારાજ; કહોજી તુમે પામ્યા કિહાં થકી, અકાલે એ ફળ આજ. ફળ૦ ૩ રાજન સુણ રત્નાદેવી કૂખે, જીવ પુત્રપણે છે જેહ; પામ્યા તસ પુણ્ય ઈમ કહી, અદશ્ય થયો સુર તેહ. ફળ૦ ૪ મુદિત મને મહિપતિ તદા, ચિત્તમાંહે વિચારે તેહ; સંબંધી પૂરવ જન્મનો, સુતનો સુર દીસે એહ. ફળ૦ ૫ સુર અર્પિત ફળે કરી, રાણીનો દોહલો રાય; પૂરે મન પ્રેમે કરી, મનમાંહી હરખ ન માય. ફળ૦ ૬ રાણી તે ફળ આરોગીને, પામી હવે પરમ સંતોષ; નિરાબાધ પણે વિચરે સહી, ટાલતી ગર્ભના દોષ. ફળ૦ ૦ સુત પ્રસવ્યો પૂરણ માસથી, સુંદર સુર કુમર સમાન; દિયરની પેરે દીપતો, કોમલ તનુ કુંદન વાન. ફળ૦ ૮ અવનીપતિ ઉચ્છક પણે, ઓચ્છવ માંડ્યો અભિરામ; જિનભવને મન રંગશું, મહાપૂજ રચાવે તામ. ફળ૦ ૯ સ્વજન કુટુંબ પુરલોકને, જિમાડે તવ રાજાન; ખંત કોઠાર ખોલાવીને, દુઃખિયાને આપે દાન. ફળ૦ ૧૦ કુમકુમ હાથા દેઈને, ઘર ઘર તોરણ મન રંગ; બંધાવે મહિપતિ મોદશે, પુરમાં વાધ્યો ઉછરંગ, ફળ૦ ૧૧ ધવલ મંગલ ગાવે ગોરડી, વજડાવે મંગલ તૂર; ઘર ઘર રંગ વધામણાં, નાટારંભ થાયે સબૂર. ફળ૦ ૧૨
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy