SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ SITES શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રસ કર્મ તણે વશ કમલકુમારને રે, ભારંડ માંસની ભ્રાંત; ચંચુપટમાંહી ચાંપી ગ્રહો રે, આકાશ પથ ઉડત. કરમ૦ ૪ બીજો ભારંડ પંખી મહાબલી રે, આવી મલ્યો અંતરાલ; માંસ મોહે માંહોમાંહી ઝુઝતા રે, મુખથી છુટો રે બાલ. કરમ૦ ૫ અહો અહો ભવિતવ્યતાના ભોગને રે, અહો અહો કર્મતણા એ લેખ; રાજરાણા હષિ રાંક આદિ સહુ રે, ન છુટે કર્મની રેખ. કરમ૦ ૬ કમલ પડ્યો સહસા એક ફૂપમાં રે, ભાવિ કર્મને ભોગ; જીવિતને ભલે જોજો હવે રે, જે આગે મિલે જોગ. કરમ૦ ૭ જલ અરથી કો પંથી એ પૂરવે રે, આવ્યો તે વનમાંહિ; જલ કાજે જંગલ જોતાં તિરે રે, તે ફૂપ દીઠો ત્યાંહિ. કરમ૦ ૮ 'તૃષાતુર ગ્રીષ્મ તુ આક્રખ્યો રે, ઉદક તણી ઈરછાય; પડતું મેલ્યું તેણે ફૂપમાં રે, અવલંબ્દો જલઠાય. કરમ૦ ૯ માર્તડ મંડલની પરે શોભતો રે, તેજ તણો રે અંબાર; પડતો દીઠો તેણે પંથીએ રે, કમલ તે કૂપ મોઝાર. કરમ૦ ૧૦ જલ બાલસ્સો આવ્યો જલ લગે રે, પસારી ભુજ દંડ; પડતો ઝીલ્યો તે પંથીએ તિગ્રેજી, કોમલ દુઃખ કરંડ. કરમ૦ ૧૧ વચ્ચે વીંટી જનક તણી પરે રે, પંથી ધરતો રે પ્રેમ; ફૂપમાંહિ રહ્યા કેમ જીવાશે રે, ચિત્તમાંહિ ચિંતે એમ. કરમ૦ ૧૨ થાન વિના બાલક ભૂખ્યો થયો રે, ન રહે રોતો ખિણમાત્ર; મુજ મરણાંત લગે રખે દુઃખ લહેરે, પંથી ચિંતે ગુણપાત્ર. કરમ૦ ૧૩ મુજને મિલ્યાનું ફલ જાણીયે રે, જો જીવે એ બાલ; ચિંતા સમુદ્ર પડ્યો ઈમ ચિંતવે રે, તે પછી તેણે કાલ. કરમ૦ ૧૪ સુબંધુ નામે સારથપતિ સાથશું રે, આવ્યો તેહ ઉધાન; અનુચર તેહના આવ્યાં તિહાં વહી રે, જલ લેવા જલયાન. કરમ૦ ૧૫ સુધાતુર બાલક કઠે ઠવી રે, કરૂણ સ્વરે કૂપ માંહિ; બાલકને પંથી તે બે જણા રે, મુખથી મેલે રે વાહ. કરમ૦ ૧૬
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy