________________
STD
| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) TWITTER ઈમ સુણીને નરપતિ ભણે, ઉત્તમ કીધો ઉપગાર; તુમ સાન્નિધ્યે તાતજી, સફલ થયો મારો અવતાર. પામ્યો. ૯ શ્રી જિન ધર્મમાં આજથી, ઉધમ કરવો નિરધાર; ઈમ પ્રતિબોધી પુત્રને, દેવ ગયો દેવલોક મોઝાર. પામ્યો. ૧૦ સુરનરના સુખ ભોગવી, જિનપૂજા બળે હળી તેહ; સિદ્ધિ ગયો ભવ સાતમે, સાંભળ રાજન! ધરી નેહ. પામ્યો. ૧૧ ઈમ જાણી વિધિશ સદા, ભવિ ભાવ ધરી મનમાંહિ; શ્રી જિન આગે ઢોળજો, મનશુદ્ધ નિવેધ ઉચ્છહિ. પામ્યો. ૧૨ પૂજા શ્રી જિનરાજની, ભક્ત કરજો ભાગ્ય વિશાળ;
ઉદયરતન કહે સાંભળો, પંચાવનમી ઢાળ રસાળ. પામ્યો. ૧૩ | ભાવાર્થ : અષ્ટપ્રકારી પૂજાના રાસના રચયિતા કવિ ઉદયરત્નવિજયજી મહારાજ નું ફરમાવી રહ્યા છે કે શ્રી વિજયચંદ્ર કેવલી પોતાના સંસારી પુત્ર એવા હરિચંદ્ર અવનીપતિને અષ્ટપ્રકારી પૂજાના રહસ્યો સમજાવતા કહી રહ્યા છે કે, હરિચંદ્ર રાજન્ ! સાંભળો.
પરમાત્માની પૂજા એ મુક્તિનો પંથ છે. જે પુરષ વિતરાગદેવની મન-વચન-કાયાના . દિની ત્રિવિધયોગે ત્રિકરણશુદ્ધ ત્રણકાલ પૂજા કરે છે તે વિના વિલંબે અવિચલ એવા શાશ્વત
સુખના ભોક્તા બને છે. જેમ નૈવેદ્યપૂજા દ્વારા હળધર રાજા દેવની ઋદ્ધિ પામવા સહદેવની પદવીને પ્રાપ્ત કરે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરશે માટે હે રાજન્ ! તમે પણ અષ્ટપ્રકારી પૂજા કરવામાં ઉદ્યમવંત બનો. (૧)
હવે હળધર રાજામાંથી થયેલ દેવ પૂર્વભવના પુત્ર પ્રત્યેના સ્નેહને કારણે પુત્રને ધર્મોપદેશ સી આપવા હંમેશા પાછલી રાતે આવીને આ પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યો કે – (૨)
હે રાજન્ ! સાંભળો. પરમાત્માની આગળ નૈવેદ્યપૂજા કરવાથી તે પૂજાના પુણ્ય પ્રભાવે | મેં સુરલોકની દિવ્ય ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે તો હવે હંમેશા હે રાજન્ ! તું પણ પરમાત્માની | ઉદાર દિલે પૂજા ભક્તિ કરજે. (૩)
એ પ્રમાણેની વાણી સાંભળીને આશ્ચર્યમુગ્ધ થયેલ કુસુમરાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે હંમેશા મારી પાસે આવીને સ્નેહપૂર્વકની વાત મને કોણ કહે છે ? (૪)
એ પ્રમાણે વિસ્મય પામેલ પૃથ્વીપતિ એક વખત ગુણના ઘર સમાન એવા તે દેવને પૂછવા લાગ્યો કે, તમે કોણ છો ? ક્યાં વસો છો? તે કૃપા કરીને ફરમાવો. એ પ્રમાણેની | પુત્ર રાજાની વાત સાંભળીને કુસુમરાજાને નીચે પ્રમાણે કહેવા લાગ્યો કે – (૫)