________________
ENGLISH | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | STATUS
અને અવધિજ્ઞાનના ઉપયોગથી જોતાં જ્યારે પોતે પોતાના હાલિક તરીકેનો ભવ જોવે કરી છે ત્યારે ઉલ્લસિત થાય છે અને દેવાંગનાઓને કહે છે કે, હે દેવાંગનાઓ ! સાંભળો. હું
| પૂર્વભવમાં હળી નામે ખેડૂત હતો અને મુનિભગવંતના ઉપદેશથી દરિદ્ર અવસ્થામાં પણ રે ને પરમાત્માની આગળ શક્તિ અનુસાર નૈવેદ્ય ધરાવતો હતો, તે નૈવેદ્યપૂજાના પુણ્ય પ્રભાવે ની હું સુરલોકે સુર પદવી પામ્યો છું. (૫)
એ પ્રમાણેનો અધિકાર સાંભળી તે દેવ અને દેવાંગનાઓ મનના હર્ષોલ્લાસપૂર્વક હંમેશા દૈવી શક્તિથી પ્રભુપૂજા કરે છે. એ પ્રમાણે તે દેવ દેવલોકને વિષે પણ મનોવાંછિત સુખને ભોગવે છે. (૬)
(અજિત જિણંદશું પ્રીતડી - એ દેશી) કેવલી કહે હરિચંદ્રને, સુણ પૃથ્વીપતિ તું સસનેહ; હળી પુરુષ નિવેદથી, ત્રિદશ પદવી પામ્યો તેહ.
પામ્યો જિનપૂજા થકી. હવે તે હળી દેવતા પાછલી રાતે પૂર પ્રેમ; પુત્ર પ્રત્યે પ્રતિબોધવા આવી દિન પ્રતિ ભાખે એમ. પામ્યો. ૨ સુણ રાજન ! નૈવેધથી, હું પામ્યો સુર સંપદ સાર; તું પણ તે માટે નિત્યે, કરજે જિનભક્તિ ઉદાર. પામ્યો. ૩ વિસ્મય પામી મનમાંહિ, કુસુમ નરેસર ચિંતે તેહ એ કુણ કહે છે મુજ પ્રતિ, અનુદિન આવી વાત સનેહ. પામ્યો. ૪ અવનીપતિ હવે એકદા, તે સુરને પૂછે ગુણગેહ; કુણ તુમે કિહાં રહો, ઈમ નિસુણી દાખે તેહ. પામ્યો. ૫ હળધર નામે જે હતો, એ નગરીએ તાહરો તાત; તે હું સુરલોકે થયો, નૈવેધ પૂજાયે દેવ વિખ્યાત. પામ્યો. ૬ નેહનો બાંધ્યો હું નિત્યે, દેઉં છું તુજને ઉપદેશ; તે માટે જિન ધર્મમાં, ઉધમ તું કરજે સુવિશેષ. પામ્યો છે સગપણ સાચું ધર્મનું, જેહથી જીવ લહે ભવ પાર; સ્વજન સાચા તે સહી, જેહ પ્રતિબોધ દિયે સાર. પામ્યો. ૮