SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ST t[ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ની જો તું પુત્ર જાણે અછે રે, અરથ એ અનરથ રૂ૫; ધ. તો કિમ પૂછે ફરી ફરી રે, જિમ પંથી જલકૂપ ધ. ૧૦ જીવિત વળી જનમાંતરે રે, લહિયે વારોવાર; ધ. વળી વળી દામ ન પામીયે રે, પુણ્ય વિના નિરધાર. ધ. જો તું ક્રોધે સહી રે, આણીશ માહરો અંત; ધ. તો પણ હું જાણું નહિ રે, એ ધનનો ઉદંત. ધ. તાતની વાણી સાંભળી રે, માઝા મેહલી દૂર; ધ. વૃત સિંચિત વહિં પરે રે, ક્રોધનો પ્રસર્યો પૂર. ધ. ગળે ફાંસો દઈને રે, પુરો માયો તાત; ધ. ધનલોભી ન કરે કિશ્યો રે, અવનીમાં ઉતપાત ધ. એક કનક બીજી કામિની રે, મેલાવે મન ટેક; ધ. ડાહા દિલ ડોળ્યા કરે રે, એહને કાજે અનેક. ધ. એ બેને મોહે વળી રે, જગમાં સઘળા જીવ; ધ. ભાવઠ બહુલી ભોગવે રે, આપદ પામે અતીવ. ધ. ૧૬ શેઠ મારીને ઉપનો રે, ગોહ પણે તેણે ઠાર; ધ. ધન ઉપર મોહે કરી રે, રહે તે નિરધાર. ધ. ૧૦ ઉદયરતન કહે સાંભળો રે, અગણોતેરમી ઢાળ; ધ. લોભ થકી મન વાળીને રે, ધર્મે થજો ઉજમાલ. ધ. ૧૮ ભાવાર્થ સુંદરશેઠ અને સુરપ્રિય બંને લોભમાં અંધ બન્યા હોઈ, તે બંનેને ધનના S; અત્યંત લોભથી, ધન મેળવવાની આતુરતાથી રાતભર ઊંઘ આવતી નથી. સૂતાં છે પણ | | કપટભાવથી. ખરેખર લોભરૂપી મહાસાગરમાં ડૂબેલાને ધન શું શું નાચ નચાવે છે. ધનના દર લોભી ધન માટે દેશ છોડાવે છે અને પરદેશ લઈ જાય છે. ધન ખાતર વ્હાલી વ્યક્તિ પણ વૈરી |K થાય છે. ધન ખાતર વિપત્તિ વેઠવી પડે છે. ખરેખર જગતમાં ધન તે અનર્થનું કારણ છે. (૧) આ વિવેચન : ખરેખર પૈસો અનર્થનું કારણ છે. પૈસો ન હોય તો પણ દુઃખ અને પૈસો કે હોય તો પણ તેના રક્ષણનું દુઃખ, પૈસો રાત-દિવસ ઉંઘવા પણ દેતો નથી. પૈસાના લોભે . ભાઈભાઈ, બાપ-બેટો કોર્ટે ચડે છે. પૈસો વૈરનું કારણ છે. જેટલું દુઃખ કમાવામાં છે તેનાથી કે ડબલ તેના રક્ષણમાં હોય છે. લોભ તે સર્વ પાપનો બાપ છે. અહિં પણ આપણે જોઈએ છીએ કે પૈસાના લોભે બાપ-બેટો કેવી માયા કરી રહ્યા છે ! (૧)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy