________________
SS S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસXT AS
અને ઘોર ઉપસર્ગ સહન કરે છે. સમતાભાવે શુભધ્યાન ધરે છે અને તે ધ્યાન ધરતાં તત્કાલ કર્મ ખપાવી કેવલજ્ઞાન પામી, આયુક્ષય થયે શિવસુખ પામ્યા. (૭) | રાજભવનના લોકો અને મિથ્યામતિ લોકો મુનિવરને ત્રાસ પમાડી રહ્યા છે. તે યોગ્ય ન થતું નથી. એમ જાણી નગરીનો અધિષ્ઠાયક દેવ નગરજન ઉપર કોપાયમાન થયો અને ના મનમાં રોષને ધારણ કરી નગરીમાં મહાભીષણ મહામારી રોગ વિદુર્યો. (૮)
તેથી નગરીમાં જાણે જમરાજ કોષે ભરાયો ન હોય ! તેમ સમકાલે આખી નગરીમાં ની કોલાહલ થવા લાગ્યો. એક પછી એક યમલોક પહોંચવા લાગ્યા તે જોઈને પુરવાસી બધા
શોકાકુલ થયા થકા ગભરાવા લાગ્યા. અને ખળભળી ઉઠ્યા. (૯) 6 તે જોઈને તેના ઉપાય માટે મનરંગે બલિપૂજાના ઉપચારથી અધિષ્ઠાયકદેવને આરાધ્યા ની અને તે આરાધનાથી સંતુષ્ટ થયેલ દેવ કહેવા લાગ્યો કે, હે રાજન્ ! બીજા કોઈ પ્રદેશમાં 2 નગરી વસાવી અને ત્યાં લોકોનો વાસ કરાવો, તેથી પુરજન સુખ પામી શકશે. (૧૦)
એ પ્રમાણે દેવની વાણી સાંભળી રાજાએ તે નગરીને ઉઠાવી અન્ય પ્રદેશ હર્ષિત થઈને ની વાસઘરો કરાવ્યાં. ત્યાં પુરજન વસવા લાગ્યા, તેથી નગરલોક ખુશી થયાં. સુખી થયાં. તેથી છે તે નગરીનું નામ ક્ષેમપુરી પાડ્યું. (૧૧) દિની મૂળ જે નગરી હતી તેની મધ્યમાં દેવવિમાન જેવો ઋષભદેવ પ્રભુનો પ્રાસાદ દીપી
રહ્યો છે. તે જિનાલયની રક્ષા માટે નગરીનો અધિષ્ઠાયકદેવ ત્યાં આવીને વસ્યો. (૧૨) B. સિંહતણું રૂપ કરીને જિનાલયની રક્ષા કરે છે. જો કોઈ દુષ્ટ ત્યાં આવી ચડે તો તે ઉદ્યત Rી અતુલબલી તેનું નિવારણ કરે છે અને હંમેશા શૂન્યસ્થળે પ્રભુની સેવામાં મનના આનંદ સાથે રહે છે. (૧૩)
હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ. ત્યારબાદ વચમાં કેટલોય કાળ વ્યતીત થઈ ગયો અને સિંહધ્વજ રાજાની પાટે સૂરસેન નામે રાજા રાજ્ય કરવા લાગ્યો. (૧૪) $ એ પ્રમાણે સારંગ મલ્હાર રાગમાં સુંદર સોહામણી પચાસમી ઢાળ પૂર્ણ થઈ. કવિ વિકી ઉદયરત્નજી મહારાજ કહે છે હે ભવ્યજનો ! ભાવપૂર્વક જિનમૂર્તિ (જિનબિંબ)ની તમે પૂજા Sી કરો. (૧૫)