________________
જે શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ક.
ક.
અજ્ઞાને જે નર આવરિયો, તે આતમ કિમ તારે રે. મૂઢપણે હિંડે હાહૂતો, આગમ અરથ ન ધારે રે. ક. સુણ રાજન્ ઈહાં વાંક ન તાહરો, મુજ સખાઈ તું વરુ રે; ક. હું થયો કર્મ અરિને ખપાવી, કેવલજ્ઞાનનો ધારુ રે. ક. ફોગટ ખેદ ઘરે કાં મનમાં, સુણ તું ભૂપ સુજાણ રે; ક. દુષ્કૃત દોષનો અંત તેં આણ્યો, પશ્ચાતાપ પ્રમાણ પશ્ચાતાપ કરે જે પ્રાણી, કૃત કર્મને જીપે રે; ક. પ્રતિબોધ પામ્યો પશ્ચાતાપે, હું પણ સુગુરુ સમીપે રે. ક. મહીપતિ પૂછે મનને પ્રેમે, સાધુને સીસ નમાવી રે; કહે તે કર જોડી. તમ વૈરાગ્ય તણો અધિકાર, મુજને કહો સમજાવી રે. ક. ગતભવથી માંડીને જુગતે, નિજ અધિકાર તેં દાખ્યો રે; ક. ચંદ નરેસર આગળ સદાળો, કેવલીએ તે ભાખ્યો રે. ક. મુનિવચને તે ચરિત સુણીને, ઓલાપક તે હેલા રે. સુણજો ભવિ પ્રાણી; નિજ વિરતંત સુણીને પામ્યો, જાતિસ્મરણ તે વેળા રે. સુ. તરુ શિખરથી તે ઉતરીયો, પશ્ચાતાપ કરતો રે; સુ. આવી મુનિને પાયે લાગ્યો, દિલમાં દુઃખ ધરતો રે. સુ. શિર નામીને નિજ ભાષાએ, તે અપરાધ ખમાવે રે; સુ. ઉદય કહે પંચોતેરમી ઢાળે, પશ્ચાતાપે અઘ જાવે રે. સુ. ૧૩
૫
૬
૯
૧૦
૧૧
૧૨
ભાવાર્થ : હવે સુરપ્રિય કેવલી સુવર્ણકમલ ૫૨ બેસીને દેવમનુષ્યની પર્ષદા આગળ ધર્મોપદેશ આપતાં કહે છે કે, ભવસમુદ્ર તરવા માટે હે રાજન્ ! મનથી પરમાત્માની વાણીને સાંભળ. (૧)
જે પ્રાણી અજ્ઞાનતાને લીધે ભવ-જંગલમાં ભૂલો પડ્યો છે. મોહનીયના ખોળે હિંચોળા ખાઈ રહ્યો છે તે પ્રાણી સીધો મોક્ષમાર્ગ પામી શકતો નથી. (૨)
જગતમાં જ્યાં અજ્ઞાનનું જોર છે. ત્યાં જીવ ધર્મ અધર્મને ઓળખી શકતો નથી અને અજ્ઞાનને વશ જીવ શું શું દુ:ખ દેખતો નથી અને જીવ સંસારની ભ્રમણામાં ભમ્યાં કરે છે.(૩)
૪૧૬