SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ અનાદિકાળના ભવભ્રમણને દૂર કરી ભીષણ ભવસમુદ્ર તરવા હેતુથી આ રાસનું વિવરણ કરવામાં આવ્યું છે આજ સુધી ભક્તિયોગ વિશે અનેકગ્રંથો બહાર પડ્યાં છે પરંતુ પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા પ્રત્યે ભવ્યાત્માઓને અત્યંત પ્રીતી પ્રગટ થાય તે માટે આ રાસના કર્તા કવિ ઉદયરત્નજી મહારાજે પોતાની કવિત્વ શક્તિથી અષ્ટપ્રકારી પૂજાનો રાસ લગભગ ૭૯ ઢાળ પ્રમાણ સુંદરશૈલીથી રચ્યો છે. જેમાં ફક્ત ચંદનપૂજાના માધ્યમથી જયસૂર રાજા અને શુભમતિ રાણી સિદ્ધિગતિને પામ્યા, ધૂપપૂજાના માધ્યમથી ધૂપસાર કુમાર શાશ્વત સુખનો ભોક્તા બન્યો તે દૃષ્ટાંત વાચકોને મનમોહક છે કે ફક્ત જીવનમાં કરેલ એક જ વારની ધૂપપૂજાથી તેને એવો અતિશય પ્રગટ થયો કે તેને જે સ્પર્શ કરે તે સુગંધમય બની જાય અને તે જ્યા જાય ત્યાં સર્વત્ર સુગંધ સુગંધ પ્રસરી જાય આવા દરેક પૂજાના મનમોહક દૃષ્ટાંતોનું વર્ણન તેમાં કરેલ છે. આ રાસનું વિવરણ કરવાની જરૂર હતી આમ તો કવિવરની કાવ્યરચના નમૂનેદાર છે સહુકોઇ તેમની વાણીને સમજી શકે તેવી છે. તેમ આ રાસ પણ મધુર ગેય કાવ્ય જેવો છે. આઠે આઠ પૂજાના પ્રભાવે જે જે આત્માઓ સુખ, સૌભાગ્ય સદ્ગતિ સહ શિવગતિ પામ્યા તેનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. પરંતુ બાલજીવો કાવ્યના ગુઢાર્થને સમજી ન શકે તે હેતુથી આ રાસનું સરલ ભાષામાં વિવરણ કરવા સાથે બાલજીવોને પ્રેરક અને વાંચવા પ્રેરાય તેવા એક માત્ર લક્ષ્યથી આઠ પૂજાના સુંદર ભાવવાહી નમુનેદાર રંગીન ચિત્રો મૂકીને આ ગ્રંથને વધુ સુશોભિત કરવા પ્રયત્ન કરેલ છે. તેથી આબાલ-ગોપાલ સહુકોઇ આ પુસ્તકના માધ્યમથી પરમાત્માની દ્રવ્યપૂજા રૂપ અષ્ટપ્રકારી પૂજા કરવા માટે ઉત્સાહિત બનશે એવું અમારું માનવું છે. મારી - સાદર વિજ્ઞપ્તિ : આ ગ્રંથનું સંપાદન કરવા પ્રસંગે ગ્રંથનો સંશોધન કરવાનો શકય હોય તેટલો બધોજ પ્રયત્ન કરવામાં આવ્યો છે અષ્ટપ્રકારી પૂજા ચરિત્રના પ્રથમ શતકમાં વર્ણવ્યા મુજબ પૂજાનો ક્રમાંક આ પુસ્તકમાં લીધેલ છે. એમ છતાં છદ્મસ્થપણાના કારણે તેમજ પ્રેસ દોષના કારણે સ્કૂલના રહી જવા પામી હોય તેને સુધારી લેવા સાથે અમોને જણાવવા સાદર વિનંતી છે. પ્રાન્ત : આ રાસના વિવેચન લખવાનો પ્રારંભ રાજનગર મળે ૨૦૫૫ ઓઢવ આદિનાથ નગર છે. મૂર્તિ. પૂ. સંઘમાં થયેલ ચાતુર્માસ દરમ્યાન શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સાષ્યિમાં થયો અને યોગાનુયોગ ૨૦૧૬ની સાલમાં પરમતારક શાસન પ્રભાવક પરમાત્મભક્તિરસ નિમગ્ન પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરી મ. સા.ની નિશ્રામાં ચાતુર્માસ કરવાનો મોકો મલ્યો અને પૂજ્યશ્રીની અસીમ કપાથી પૂજ્યશ્રીની નિશ્રામાં જ આ રાસનું લખાણ સંપૂર્ણ થયું. અને પૂજ્ય આ. ભ.નાં જ શિષ્યરત્ન પ.પૂ. પૂર્ણચંદ્રવિજયજી ગર્ણિવર્ષે તેનું સંશોધન કરી આપી અમારા પર મહાન ઉપકાર કર્યો છે. તે ઉપકારીઓનાં ઉપકારને આ સમય ભૂલી શકાય તેમ નથી. પુસ્તક પ્રકાશનમાં વિલંબ જરૂર થયો પરંતુ વિલંબના અંતે પણ સુંદર ભાવવાહી ચિત્રો, ટાઇટલ આદિનું પ્રિન્ટીંગ તથા આ પુસ્તકને સર્વાગ સુંદર બનાવી આપવા બદલ અમદાવાદ ભરત ગ્રાફીક્સનો પણ આભાર માનું છું. -સા. દઢશક્તિશ્રી
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy