________________
પ્રસ્તાવના અષ્ટપ્રકારી પૂજાના રાસને સત્કારી :
દશ દૃષ્ટાંત દુર્લભ એવો માનવ જન્મ અને જૈન શાસન પામ્યા પછી તેની સફળતાનો આધાર અનાદિકાલના કર્મના બંધમાંથી આત્માની સર્વથા મુક્તિ થવા સાથે શુદ્ધ સ્વરૂપને સંપૂર્ણપણે પ્રાપ્ત કરવામાં છે. ખાન-પાન ઋદ્ધિ-સિદ્ધિ વગેરે બ્રાહ્યસુખની ગમે તેટલી અનુકૂળતા, દેવ કે માનવ વગેરે જીવનમાં પ્રાપ્ત થાય પરંતુ જન્મ-જરા-મરણનો જ્યાં સુધી અભાવ ન થાય ત્યાં સુધી એ બાહ્યસુખ શાશ્વત નથી. એ બાહ્યસુખની પાછળ દુઃખનું સ્થાન ઓછા વત્તા પ્રમાણમાં અવશ્ય હોય છે. અને એ કારણોએ બાહ્યસુખને તાત્વિક સુખ ગણવામાં આવતું નથી તાત્વિક સુખ આત્માની અંતરંગ વિશુદ્ધિમાં છે. આત્મા ઉપર વર્તતા મોહનીયકર્મના આવરણો દૂર થતા જાય છે તેમ આત્મવિશુદ્ધિ પ્રગટ થાય છે. અને સવાશે જ્યારે મોહનીયકર્મ દૂર થાય છે. ત્યારે બાકીના જ્ઞાનાવરણીય આદિ કર્મો નષ્ટ થતા સમય લાગતો નથી. અને એ રીતે આઠેય કર્મો જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્માનો પ્રકાશ સંપૂર્ણપણે પ્રગટ થાય છે. અને આત્મા અક્ષય, સુખનો સ્વામી બને છે. આ ઉત્તમ કક્ષાને પ્રાપ્ત કરવા માનવ જીવન સિવાય બીજા કોઇ જીવનમાં શકય નથી તે અપેક્ષાએ માનવ જીવનને અન્ય જીવન કરતા સર્વશ્રેષ્ઠ જીવન તરીકે ગણવામાં આવ્યું છે.
માનવજીવનને કયા યોગથી સફલ કરશું ?
માનવ જન્મને સફલ કરવા જૈન શાસનમાં અનેક યોગો બતાવવામાં આવ્યા છે. જેવા કે જ્ઞાનયોગ, તપયોગ, ધ્યાનયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ તેમાં ભક્તિયોગ મુક્તિસુખને મેળવી આપવા માટેનું અમોઘ શસ્ત્ર છે. માટે જ કહેવાય છે.
“અમે ભક્ત મુક્તિને ખેંચશુ જેમ લોહને ચમક પાષાણો રે” ભક્તિ, મુક્તિને ખેંચી લાવે છે અને સર્વયોગ કરતા ભક્તિયોગ અપેક્ષાએ સરલમાં સરલ યોગ છે.
પરમાત્માની ભક્તિ બે પ્રકારે થઈ શકે છે. દ્રવ્યથી અને ભાવથી ભાવથી ભક્તિ એટલે પરમાત્માની સ્તુતી, સ્તવનાદિ કરવા તે પરમાત્માની આજ્ઞા શિરોધાર્ય કરવી તે તેના દ્વારા અનંતી કર્મવર્ગણા નષ્ટ થાય છે. ફક્ત પરમાત્માના દર્શન માત્રથી પણ હજાર ઉપવાસ પ્રમાણ લાભ પ્રાપ્ત થાય છે. દરેક અનુષ્ઠાનોમાં ભાવ મુખ્ય હોય છે તેમ છતાં દ્રવ્યની પણ એટલી જ જરૂર છે. દ્રવ્યભક્તિ, ભાવભક્તિને ખેંચી લાવે છે. તો આપણે ભાવથી ભક્તિ કરવામાં હજુ ઘણાં દૂર છીએ. પણ તે ભાવભક્તિને ખેંચવા દ્રવ્યભક્તિને આત્મસાત્ કરવી એટલી જ આવશ્યક છે. તો દ્રવ્યભક્તિ કેવી રીતે કરશું ?
પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા દ્વારા તે પૂજા આઠ પ્રકારે કઈ રીતે થાય તે સહુ કોઈ જાણે છે. તેનું વિવરણ કરવાની જરૂર નથી પરંતુ કહેવાતી તે આઠપૂજા મથેની એક એક પૂજાના માધ્યમથી અનેક ભવ્યાત્માઓએ આલોકમાં સુખ, સૌભાગ્ય અને પરલોકમાં સંગતિની પ્રાપ્તિ દ્વારા કમનાશ કરી શાશ્વત સુખના સ્વામી બન્યા છે તે જ રીતે આપણે પણ પરમાત્માની દ્રવ્યપૂજાના માધ્યમથી