________________
SS SSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ | SITE
શોક્ય તણા મુખરંગ દેખીને, મુજને મહાદુઃખ લાગે રે; ધણી માહરો ધૂતારી લીધો, નાવે માહરે ભાગે. ૧૮ દેવે દુરભગપણું આપ્યું, ધિગ્ર માહરો અવતાર રે; એ જીવ્યાથી મરવું વારું, જાણું છું નિરધાર. ૧૯ તે માટે તેહવો કરી આપો, વશ થાયે ભરતાર રે;
મુજ જીવંતા તે પણ જીવે, મરતા મરે નિરધાર. ૨૦ ઢાળઃ ભગવતિ તુમ લળી લળી, પાયે લાગુ વળી વળી,
મનરળી, જેહ કહો તે નિરવહુજી, તવ સા બોલી ભગવતિ, સુણ વંચ્છે તું શુભમતિ,
તુજપતિ, વશીકરણ કારણ કહ્યું છે. ૨૧ બુટકઃ વશીકરણ કાજે એ લેતું, ઓષધિ વલય અનૂપ રે;
તસ પાણિ હવજે વશ્ય થાશે, જે ભરતા તુજ ભૂપ. ૨૨ શ્રીદેવી કહે સુપન તણીપર, દર્શન છે દુરલભ રે; મંદિરમાં પરવેશ ન પામું, મુજશું રાખે દંભ. ૨૩ મૂલવિના શાખા કિમ પ્રસરે, તિમ એ કામ ન થાય રે; તાપસી કહે તો સુણ તું ભદ્ર, અન્ય કહું ઉપાય. ૨૪ એક આ મંત્ર આરાધ અનુપમ, પતિ આકર્ષણ કાજે;
જિમ મનવંછિત ફળ ફળે તુજ, શોક્ય તણાં બલ ભાંજે. ૨૫ ઢાળ: શુભ મુહુરત વિધિશું સહી, મંત્રગ્રહી મંદિર ગઈ,
મીન રહી, આરાધે અહનિશ વળીજી, મંત્ર તણે પરભાવેજી, રાજા મહેલ તેડાવેજી,
ભાવેજી, દાસી તિહાં મોકલીજી. ૨૬ ગુટક: દાસી આવી કહે રાણીને, રંગે રાજ ભવન રે,
દુહવણ દુર ત્યજીને, આવો તેડે રાજન. ૨૦ સંધ્યા સમે હાથણીએ બેસી, સજી શણગાર ઉલ્લાસ રે; રાજલોક સાથે પટરાણી, આવી રાજ આવાસ. ૨૮